મમતા યુપીએ સરકાર છોડવા તૈયાર

- અમે બોજ લાગતા હોઈએ તો કેન્દ્ર સરકાર છોડવા માનસિક રીતે તૈયાર છીએ : સુદીપ બંદોપાધ્યાય
કોંગ્રેસને પાઠવેલા એક ઉગ્ર સંદેશમાં તૃણમૂલ કોંગ્રેસે સાફ જણાવ્યું છે કે તેણે યુપીએ સરકાર છોડવા માટે માનસિક તૈયારી કરી લીધી છે અને અમને કોઇએ આડકતરી ધમકી આપવાની જરૂર નથી. લોકસભામાં તૃણમૂલ કોંગ્રેસ(ટીએમસી) સંસદીય પક્ષના નેતા સુદીપ બંદોપાધ્યાયે અહીં પત્રકારોને જણાવ્યું હતું કે જો કોંગ્રેસ એમ વિચારતું હોય કે અમે બોજ છીએ અથવા મમતા બેનરજી રાજીનામું આપવાની સૂચના આપશે તો કેન્દ્ર સરકારમાંથી રાજીનામું આપવા માટે તૃણમૂલ કોંગ્રેસના મંત્રીઓ માનસિક રીતે તૈયાર છે. દબાણથી અમે રોકાઇશું પણ નહીં, અમને કોઇએ આડકતરી ધમકી આપવાની જરૂર નથી.
પક્ષના નેતાએ જણાવ્યું હતું કે રાષ્ટ્રપતપિદની સ્પર્ધામાંથી બહાર નીકળી જવાના નિર્ણયની જાહેરાત અબ્દુલ કલામે કર્યા બાદ ટૂંકસમયમાં જ પક્ષના સાંસદો અને ધારાસભ્યોની મળેલી એક મહત્વની બેઠકમાં મમતા બેનરજીએ કહ્યું હતું કે તૃણમૂલ કોંગ્રેસ પોતે યુપીએ સરકાર છોડી દેશ્ો તો તેનાથી લોકોમાં એક ખોટો સંદેશો વહેતો થશે કે તે(ટીએમસી) યુપીએ સરકારને પછાડવા માગે છે.





