સિવિલ સોસાયટીના સભ્યો એ સોમવારે લોકપાલ બિલ બનાવવા માટે નિમવામાં આવેલી સમિતિમાં બે દસ્તાવેજો સુપ્રત કર્યાં છે. જેમાં પ્રસ્તાવિત કાયદાના 'સિદ્ધાંતો અને હેતુઓ'ની રૂપરેખા નિરૂપવામાં આવી છે.
-લોકપાલ સમિતિની બીજી બેઠક મળી, રૂપરેખા ચર્ચાઈ
-સિવિલ સોસાયટીના સભ્યો એ સમિતિમાં બે દસ્તાવેજો સુપ્રત કર્યાં
-સમિતિએ બેઠકોનો સીલસીલો વધારવાની કટિબદ્ધતા વ્યક્ત કરી
ત્રીસમી જૂન સુધીમાં ખરડો તૈયાર કરી શકાય તે હેતુથી સમિતિએ બેઠકોનો સીલસીલો વધારવાની કટિબદ્ધતા વ્યક્ત કરી છે. બીજી બેઠક બાદ પત્રકારો સાથે વાતચીત કરતાં કેન્દ્ર સરકારના ટેલિકોમપ્રધાન અને સમિતિના સભ્ય એવા કપિલ સિબ્બલે આ માહિતી આપી હતી. બેઠક દરમિયાન સિવિલ સોસાયટીના સભ્યો અને સરકારના સભ્યો વચ્ચે કોઈપણ પ્રકારના મતભેદો હોવાની વાતનો તેમણે ઈન્કાર કર્યો હતો. આ બેઠકમાં 'ખુલ્લા મને' ચર્ચા થઈ હોવાનું તેમણે ઉમેર્યું હતું.
સિબ્બલના કહેવા પ્રમાણે, આગામી બેઠક સાતમી મે ના દિવસે મળશે. સમિતિના સભ્યોના કહેવા પ્રમાણે, બંને પક્ષો દ્વારા આપવામાં આવેલાં પ્રસ્તાવો અંગે આગામી બેઠક વખતે ચર્ચા થશે. આમ છતાં, બેઠક સારી અને સહકારપૂર્ણ રહી હતી.''
સિબ્બલના કહેવા પ્રમાણે, '' તા. 30મી જૂન પહેલાં લોકપાલ બિલનો મુસદ્દો સંસદમાં રજૂ કરવાનો અમે નિર્ણય લીધો છે. ભ્રષ્ટાચારને નાથવા માટે કડક કાયદો બનાવવા માટે અમે કટિબદ્ધ છીએ. ''સિવિલ સોસાયટીના સભ્યો અરવિંદ કેજરીવાલ અને પ્રશાંત ભૂષણે પણ આ પ્રકારના જ મત વ્યક્ત કર્યા હતા. બેઠક તા. 7,23 અને 30મી મે ના બેઠકો મળશે. પહેલી બેઠક 16મી એપ્રિલના મળી હતી. દરમિયાન દિલ્હી હાઈકોર્ટ દ્વારા એક અરજીને કાઢી નાખવામાં આવી હતી, જેમાં લોકપાલ ખરડો બનાવનારી સમિતિમાં ગાંધીવાદી અણ્ણા હજારેના સમાવેશને પડકારવામાં આવ્યો હતો.
તમારો મત
શું તમને લાગે છેકે, ભારતને મજબુત લોકપાલ બીલ મલશે ? શું તમને લાગે છે કે, મજબુત કાયદો લાવવામાં સિવિલ સોસાયટી અને સરકારના સભ્યો વચ્ચે સહમતિ સધાઈ શકશે ? તમારો મત નીચે આપવામાં આવેલાં ફીડબેક ફોર્મ દ્વારા જણાવો.