દેશમાં લાખો લોકોના દિલ પર પોતાના અભિનય પ્રતિભાથી રાજ કરતા બોલિવૂડના અભિનેતા આમિરખાનના લકી માસ્કોટનું નામ સાંભળી આપ પણ ચોંકી ઊઠશો.
આ ખુલાસો કોઈ અન્ય વ્યક્તિએ નહીં પરંતુ ખુદ આમિરે ગુરુવારે તેની તાજેતરની ફિલ્મ ‘પીપલી લાઈવ’ના વિશેષ શોમાં કર્યો હતો.
કોનોટપ્લેસમાં રિવોલી સિનેમામાં ફિલ્મ શરૂ થતા પહેલાં આમિરે પોતાના સંબોધનમાં સ્પષ્ટ કહ્યું હતું કે લગાનથી શરૂ કરી જ્યારથી લાલકૃષ્ણ અડવાણીએ તેની ફિલ્મો જોવાનું શરૂ કર્યું છે ત્યારથી તેની તમામ ફિલ્મો હીટ જાય છે. ચોક્કસપણે ભાજપના લોહપુરુષ મારા માટે લકી માસ્કોટ છે.
આમિરની વાત સાંભળી અડવાણીની જમણી અને ડાબી બાજુએ બેઠેલા કર્ણાટક અને છત્તીસગઢના મુખ્યમંત્રીઓ તેમજ ભાજપના ટોચના નેતાઓના ચહેરા પર હાસ્યની લહેર આવી ગઈ હતી તેમજ સમગ્ર થિયેટર તાળીઓના ગડગડાટથી ગુંજી ઊઠ્યું હતું. આમિર શો દરમિયાન અડવાણીની સાથે જ રહ્યો હતો.