Get Divyabhaskar on mobile   E-Paper
 
Divya Bhaskar
Advertisement
 
 
 
Home >> National News >> Bhaskar Gyan
 

લોહીથી લથબથ હાલતમાં એકલાહાથે માર્યા 4 આતંકીઓને

 
Source: divyabhaskar.com   |   Last Updated 4:20 PM [IST](26/01/2012)
 
 
 
 
 

- શહીદ થયેલા લેફ્ટેનન્ટ નવદીપસિંહને મરણોપરાંત અશોક ચક્ર એનાયત - કાશ્મીરના ગુરેજમાં ઘૂસણખોરીની કોશિષ નિષ્ફળ બનાવી હતી - એમબીએનો અભ્યાસ કર્યા બાદ સેનામાં જોડાયા


કાશ્મીરના ગુરેજ સેક્ટરમાં ઘૂસણખોરીની મોટી કોશિષને નિષ્ફળ બનાવતાં શહીદ થયેલા લેફ્ટેનન્ટ નવદીપસિંહને શાંતિકાળનું સર્વોચ્ચ વિરતા સન્માન અશોક ચક્રથી સન્માનિત કરાયા. નવદીપને મરણોપરાંત પુરસ્કારથી સન્માનિત કરાયા. સેનામાંથી નિવૃત થયેલા તેના પિતા કેપ્ટન જોગીંદરસિંહે 63મા પ્રજાસત્તાક દિન નિમિત્તે રાષ્ટ્રપતિ પ્રતિભા પાટિલના હાથે અશોક ચક્ર પ્રાપ્ત કર્યું.


શહીદ થનારા 26 વર્ષીય લેફ્ટેનન્ટ નવદીપસિંહે એમબીએનો અભ્યાસ કર્યો હતો અને બાદમાં તે સેનામાં જોડાયા હતા.


- શું હતી ઘટના?


લેફ્ટેનન્ટ નવદીપસિંહ ગત વર્ષે માર્ચ માસમાં જ સેનામાં જોડાયા હતા. 19 ઓગસ્ટની રાત્રે ગુરેજ સેક્ટરમાં કંઝાવલા પાસે ઘૂસણખોરીના પ્રયત્નની માહિતી મળતાં જ નવદીપને કમાન્ડો ટીમ સાથે રવાના કરાયા. આતંકવાદીઓનું મોટુ જૂથ એ કે 47 રાઇફલ, ચાઇનીઝ પિસ્તોલ અને બીજા ઘાતક હથિયારો સાથે નિયંત્રણ રેખાને પાર કરી રહ્યું હતું. નવદીપે તેને પોતાની જાળમાં ફસાવા દીધા અને તક મળતાં જ તેના પર તૂટી પડ્યા. સામસામે ધાણીફૂટ ગોળીબાર ચાલ્યો, નવદીપે એકલા હાથે ત્રણ ખૂંખાર આતંકવાદીઓને મારી નાંખ્યા.


ગોળીબારમાં ગંભીરરૂપે ઘાયલ થયા બાદ લોહીથી લથબથ હાલતમાં પણ તેણે ચોથા આતંકવાદીને મારી નાંખ્યો. નવદીપની ટીમે આ ભીષણ અથડામણમાં કુલ 12 આતંકવાદીઓને મારી નાંખ્યા અને આતંકવાદને જડબાતોડ જવાબ આપ્યો. લેફ્ટેનન્ટ નવદીપસિંહના પરિવારના ઘણા લોકો સેનાની સેવામાં છે. તેના દાદા અને પિતા પણ સેનામાંથી રિટાયર થયા હતા.


તમારો મત


આ અંગે નીચે આપેલા ફિડબેક ફોર્મમાં સંયમિત ભાષામાં તમારો મત વ્યક્ત કરો. મહેરબાની કરીને એ ખાસ નોંધી લો કે તમારી દરેક કમેન્ટ્સ, વાંધાજનક ટિપ્પણી માટે તમે જવાબદાર છો અને અપશબ્દો લખવા એ સજાને પાત્ર કૃત્ય છે.





 
 
 
 
 
 
 
 
 

Your Opinion

 

Code :
1 + 9


 
Advertisement
 

Top News

 
 
 
 
 
 
 
 
 

Bollywood

 
 
 
 
 
 
 
 
 

Cricket

 
 
 
 
 
 
 
 
 

Interesting News

 
 
 
 
 
 
 
 
 

Business

 
 
 
 
 
 
 
 
 

Religion

 
 
 
 
 
 
 
 
 

Jokes

 
 
 
 
 
 
 
 
 

Most Read

 
 
 
 
 
 
 
 
 

Photogallery

Most Viewed

Veena Malik: Sexy Babe
Asian Siren in Show
Just Added

इफ्तेखार स्मृति में आयोजित नाटय समारोह में रवीन्द्र भवन में बुधवार को नाटक एक ठग।
गर्मी से बचने.. दुपट्टे का सहारा
 
 
 
 
|  
|  



Copyright © 2011-12 DB Corp ltd., All Rights Reserved.
Site Powered by I Media Corp. Ltd IMCL, DB Corp Ltd. Enterprise.