- પીડિતો ટ્રેનના પાટા પર બેસી ગયા, પોલીસે બળપ્રયોગ કર્યો
ભોપાલ ગેસ દુર્ઘટનાની તિથિ નિમિત્તે પીડિતોએ વિરોધ પ્રદર્શન કર્યું હતું. બરેખડી રેલવે લાઇન પર બેસેલા પીડિતોમાંથી પોલીસે જ્યારે મહિલાઓને હટાવવાની કોશિષ કરી ત્યારે તે ટસની મસ ન થઇ. પોલીસે મહિલાઓને પરાણ હટાવવાની કોશિષ કરી તો તેના પર પથ્થરમારો શરૂ થઇ ગયો.
ઘટનાસ્થળે તંગદિલીભર્યું વાતાવરણ પેદા થઇ ગયું છે. પોલીસે ચાંપતો બંદોબસ્ત ગોઠવી દીધો છે. ટીયર ગેસના સેલ, લાઠીઓ અને હથિયારોથી સજ્જ પોલીસ જવાનો કોઇપણ પરિસ્થિતિને પહોંચી વળવા તૈયાર છે.
પોલીસનું કહેવું છે કે અમે ઇચ્છીએ છીએ કે મહિલાઓ અને બાળકોને કોઇ પ્રકારની હાનિ ન થાય એટલા માટે અને તેમને પાટા પરથી હટાવવા ઇચ્છીએ છીએ.
- તમારો મત
આ અંગે નીચે આપેલા ફિડબેક ફોર્મમાં સંયમિત ભાષામાં તમારો મત વ્યક્ત કરો. મહેરબાની કરીને એ ખાસ નોંધી લો કે તમારી દરેક કમેન્ટ્સ, વાંધાજનક ટિપ્પણી માટે તમે જવાબદાર છો અને અપશબ્દો લખવા એ સજાને પાત્ર કૃત્ય છે.