Advertisement
Home >> National News >> Photo Feature >> Laila Khan Murder Mystery Update

અનેક પુરૂષો સાથે હતાં લૈલાની માતાનાં સંબંધ, બન્યાં હત્યાનું કારણ

divyabhaskar.com | Jul 11, 2012, 12:32PM IST
 
 


મળી આવ્યાં સ્ત્રીઓનાં કપડાં અને મોબાઈલ, કેસ ઉકેલવાંનો પોલીસનો દાવો

બહુચર્ચિ‌ત બોલીવુડની અભિનેત્રી લૈલા ખાનના કેસમાં તપાસ ચલાવી રહેલી મુંબઇ પોલીસની ક્રાઇમબ્રાન્ચે બુધવારે એ વાતનું ઔપચારિક જાહેરત કરી છે કે, નાશિક નજીક ઇગતપુરીમાં લૈલાખાનના ફાર્મહાઉસમાંથી 6 હાડપીંજર મળ્યાં છે. 

પોલીસનું કહેવું છે કે, ઇગતપુરી ફાર્મહાઉસમાં 12 ફૂટ લાંબા, 8 ફૂટ પહોળા અને 6 ફૂટ ઉંડા ખાડામાં 6 હાડપીંજર રાખવામાં આવ્યાં હતા. ખાડામાં સૌથી નીચે ત્રણ મૃતદેહ રાખવામાં આવ્યાં હતા અને પછી લોહીથી લથપથ તકિયો અને કપડાં રાખીને તેના પર પથ્થર રાખી દેવામાં આવ્યાં હતા. ત્યાર બાદ બીજા ત્રણ  મૃતદેહને રાખીને ફરીથી પથ્થરથી ઢાંકી દેવામાં આવ્યાં હતા. સૌથી ઉપર માટી રાખીને આખા ખાડાંને ઢાંકી દેવામાં આવ્યો હતો.

પોલીસે એક પ્રેસ કોન્ફરન્સમાં એ વાતનો ખુલાસો કર્યો કે, ખાડામાંથી ચાકૂ અને ફાર્મહાઉસમાંથી રૉડ(લોંખડનો સળિયો) મળી આવ્યો છે. પોલીસનું કહેવું છે કે, પરવેઝના નિવેદનો પરથી લાગે છે કે, હત્યા કરવા આ હથિયારોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.

જો કે, પોલીસે એ વાતની પૃષ્ટિ કરવાનો ઇન્કાર કરી દીધો છે કે, ફાર્મ હાઉસમાંથી મળેલાં હાડપીંજરો લૈલાના પરિવાર સાથે જોડાયેલા છે. પોલીસનું કહેવું છે કે, બધા હાડપીંજરોને ડીએનએ તપાસ માટે મોકલી આપવામાં આવ્યાં છે, રીપોર્ટ આવ્યા બાદ જ કહીં શકાશે કે, હાડપીંજરો લૈલા અને તેના પરિવારના છે.

બહુચર્ચિ‌ત બોલીવુડની અભિનેત્રી લૈલા ખાનના નાસિક નજીક ઈગતપુરીમાં ભવ્ય બંગલો નજીકથી પોલીસને મંગળવારે ખોદકામ કરતાં લૈલા સહિ‌તનાં છએછ કુટુંબીનાં હાડપિંજર મળી આવ્યાં હતાં. આ કેસમાં પરવેઝ ટાક અને આસીફ શેખને પોલીસ ઈગતપુરીમાં લઈ ગઈ હતી. પોલીસ સૂત્રોના કહેવા પ્રમાણે, અનેક પુરૂષો સાથે સેલિનાના સંબંધો અને પ્રોપર્ટીના કારણે હત્યા થઈ હોવાનું જણાય છે.

પરવેઝે ઈગતપુરમાં લૈલાના બંગલો નજીક ઘાટણદેવી મંદિરની પાછળ ઊંટદરીમાં છ જણની હત્યા કરીને લાશ દાટી દીધી હોવાની કબૂલાત કરી હતી. આ વિસ્તાર મંગળવારે ઘેરી લેવાયો હતો અને બંગલો નજીક ત્રણ ફૂટ ઊંડું ખોદકામ કરતાં હાડપિંજર મળી આવ્યાં હતાં. ઉપરાંત ચાદર અને તકિયાં, મોબાઈલ, સ્ત્રીઓનાં કપડાં પણ મળી આવ્યાં હતાં. જેજે હોસ્પિટલમાંથી આવેલી ફોરેન્સિક ટીમ હાડકાં અને બીજાં અવશેષો એકઠાં કર્યાં હતાં.

(લૈલા ખાનના જીવન અંગે વધુ વાંચવા માટે આગળના ફોટોગ્રાફ્સ ક્લિક કરતાં રહો.)

તમારો મત

સંબંધિત સમાચાર તમારા સ્ક્રીનની ડાબી બાજુના બોક્સમાં વાંચી શકો છો. અન્ય રસપ્રદ ન્યૂઝ આ સમાચારની નીચેના બોક્સમાં વાંચી શકો છો. સમાચાર અંગે તમારો મત નીચે આપવામા આવેલા ફીડબેક ફોર્મ દ્વારા જણાવો. સરકારની નવી નીતિ પ્રમાણે ઈન્ટરનેટ પર કોઈ ધિક્કારાસ્પદ, વિવાદાસ્પદ કે ધૃણાસ્પદ ટિપ્પણી કરવી ગુનો બને છે. આ માટે ટિપ્પણી કરનારી વ્યક્તિ જવાબદાર ઠરે છે. આથી કૃપા કરીને તમારી ભાષા સંયમિત અને શિષ્ટ રાખો. જો તમારી કોમેન્ટ અશિષ્ટ માલૂમ પડશે તો તેને વેબસાઈટ પરથી હટાવી દેવાની ફરજ પડશે.



 

Your Opinion
 
 
Code:
7 + 5

 
Ad Link
Advertisement
 

Top News

 
Advertisement
 

Bollywood

Cricket

Interesting News

 

Business

Religion

 


Jokes

 

Most Read

Photogallery

Email Print Comment
Email Print Comment