સદીના સૌથી મોટા પડકારને પહોંચી વળવા બનાવ્યા 2000 પુલ અને 91 ટનલ
કર્ણાટકના મેંગ્લોર અને મહારાષ્ટ્રના રોહા વચ્ચેની મુસાફરી તમે ટ્રેનમાં ખેડશો તો તમારે એક ઉપમાહદ્વિપ જેવી મહત્વપૂર્ણ અને આશ્ચર્યજનક માનવીય સંરચના પરથી પસાર થવું પડશે. તેને બનાવવાની કલ્પના કરતાં પણ લોકો ગભરાતા હતા.
અમે કોંકણ રેલવેની વાત કરી રહ્યાં છીએ, જે આ બંને સ્થળોને જોડે છે. સમુદ્ર કિનારે વસેલા બંને શહેરો આર્થિક રીતે અત્યંત મહત્વપૂર્ણ હતા, પરંતુ તેમની વચ્ચે કોઈ પ્રકારનો સંપર્ક માર્ગ ન હતો, જેનાં કારણે બંને સ્થળોનાં વેપારીઓને ભારે નુક્શાન થઈ રહ્યું હતું.