દેશના ભાવી પીએમ માટે સામાન્યથી લઈને ખાસ લોકો પોતાનો કયાસ કાઢી રહ્યા છે. ભાજપના પીએમ પદ સંભવિત ઉમેદવાર નરેન્દ્ર મોદી અને તેમની નીતિની જસ્ટિસ માર્કન્ડેય કાત્જુએ આલોચના કરી છે તો બીજીતરફ ફિલ્મ સ્ટાર વિવેક ઓબેરોયેના મતે મોદી જ દેશના પીએમ પદ માટે યોગ્ય નેતા છે.
દરમિયાન કાત્જૂના લેખ અંગે જેટલીએ લખેલા જાહેર પત્રને સંબોધીને ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ ટ્વીટ કર્યું હતું કે, જસ્ટિત કાત્જૂ ગુજરાતને કમળો થયો હોય તેવી નજરે જુવે છે.
ગુજરાતના મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદીને લઈને જસ્ટિસ માર્કન્ડેય કાત્જૂ અને ભાજપ આમને-સામને આવી ગયા છે. કાત્જૂએ ગુજરાતના મુખ્યપ્રધા નરેન્દ્ર મોદી વિશે લખેલા લેખથી નારાજ ભાજપના નેતા અરૂણ જેટલીએ તેમને પ્રેસ કાઉન્સિલના અધ્યક્ષ પદેથી રાજીનામું આપી દેવા જણાવ્યું છે. ત્યારપછી જેટલીને ટેકો આપતાં ભાજપે સમર્થનનો સૂર છેડ્યો હતો. બીજીતરફ કાત્જૂએ જેટલીને વળતો જવાબ આપતાં જણાવ્યું કે જે રીતે અરૂણ જેટલી તોડીમરોડીને હકિકતને રજૂ કરે છે તે જોતા તેમણે રાજકારણમાંથી સંન્યાસ લઈ લેવો જોઈએ.
આ વિવાદની શરૂઆત એક અંગ્રેજી સમાચારપત્રમાં કાત્જૂએ ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી વિશે લખેલા લેખથી થઈ હતી. આ લેખથી નારાજ થઈને ભાજપે કાત્જૂને પ્રેસ કાઉન્સિલ ઓફ ઈન્ડિયાના ચેરમેન પદેથી રાજીનામું આપવા અથવા તેમને હટાવવાની માગ કરી હતી. કાત્જૂએ લેખમાં નરેન્દ્ર મોદીની આલોચના કરતાં દેશના નાગરીકોને અપીલ કરી હતી કે તેઓ સમજી વિચારીને પીએમની પસંદગી કરે. વિધાનસભાના વિપક્ષના નેતા અરૂણ જેટલીએ એક ખુલા પત્રમાં જણાવ્યું હતુ કે જસ્ટિસ કાત્જૂની આ અપીલ રાજકીય છે અને આ પ્રકારની અપીલ કોંગ્રેસી નેતા કરતાં પણ વધુ કોંગ્રેસી છે. જેટલીએ જણાવ્યું હતું કે, કાત્જૂનું નિવેદન પૂર્વગ્રહ સાથેનું છે. આ અગાઉ કાત્જૂએ બિહારના મુખ્યપ્રધાન નીતીશ કુમાર ઉપર પણ નિશાન તાકતાં કહ્યું હતું કે બિહારમાં પ્રેસને સ્વતંત્રતા નથી.
આગળ વાંચો કાત્જૂએ શું લખ્યું હતું અને જેટલીનો જવાબ શું હતો?