ગુજરાતમાં મજૂરોને ઓછી કિંમત ચૂકવવાનું કેટી પ્રાઇસને મોંઘું પડ્યું છે. બ્રિટનના બીજા મોટા ડ્રગ રિટેઇલર ચેઇન સુપરડ્રગ્સે કેટી પ્રાઇસના પરફ્યુમ રાખવાના બંધ કરી દીધા છે.
તાજેતરમાં પ્રકાશિત એક અહેવાલ પ્રમાણે ગુજરાતમાં કેટી પ્રાઇસના પરફ્યુમ બનાવતી કંપનીમાં મજૂરોને દેનિક 2.05 પાઉન્ડ ચૂકવવામાં આવતા હતા. અહીં કેટી પ્રાઇસના 'બેસોટેડ' તથા 'સ્ટનિંગ' બ્રાન્ડના પરફ્યુમ પેક થતા હતા.
સુપરડ્રગ્સના કહેવા પ્રમાણે, તેઓ તેમના ગ્રાહકોને ખાતરી કરાવવા માગે છેકે, તેઓ જે પ્રોડક્ટ વાપરે છે તે પ્રમાણિક રીતે બનાવવામાં આવે છે. જોકે, કેટી પ્રાઇસ આ મુદ્દે બચાવની મુદ્રામાં આવી ગઇ છે. તેના પ્રવકતાના કહેવા પ્રમાણે, હવે, ભારતમાંથી પ્રોડક્શન યુનિટ ખસેડી લેવામાં આવ્યું છે અને માત્ર બ્રિટન તથા ફ્રાન્સમાં જ પ્રોડક્શન કરવામાં આવશે.