સ્થાનિક ચેનલો દ્વારા મંગળવારે ભાજપના પ્રધાનોની કરતૂતનો ખુલાસો કરવામાં આવ્યો હતો. ચેનલ દ્વારા બહાર પાડવામાં આવેલા વીડિયો પ્રમાણે સહકારિતા પ્રધાન લક્ષ્મણ સવાડી પોતાના મોબાઈલ પર અશ્લિલ ક્લિપ નિહાળી રહ્યાં હતા. ત્યારબાદ તેમણે મહિલા અને બાળ વિકાસ પ્રધાન સીસી પાટિલને પણ તેમણે ફિલ્મ દેખાડી હતી.
સ્થાનિક ચેનલ દ્વારા વિધાનસભાની કાર્યવાહીનું સીધું પ્રસારણ કરવામાં આવી રહ્યું હતું ત્યારે આ દ્રશ્યો જોવા મળ્યા હતા. કર્ણાટક વિધાનસભાની કાર્યવાહીનું પ્રસારણ કરવા માટે દુરદર્શન ઉપરાંત ખાનગી ચેનલોને પણ મંજૂરી મળેલી છે. જો કે, આ ઘટનાના પગલે કર્ણાટક ભાજપ ક્ષોભજનક સ્થિતિમાં મુકાઈ ગયું હતું. ત્રણે પ્રધાનો સહકાર પ્રધાન લક્ષ્મણ સવાડી, સીસી પાટિલ અને લક્ષ્મણ પેલિયારે રાજીનામા આપી દીધા છે.
પ્રધાનોના કહેવા પ્રમાણે, તેમણે કશું અયોગ્ય કર્યું ન હતું. તેઓ એજ્યુકેશનલ વીડિયો નિહાળી રહ્યાં હતા. તાલિબાનનો વીડિયો, રેવ પાર્ટીનો વીડિયો અને ઈરાનનો વીડિયો નિહાળી રહ્યાં હોવાનો તર્ક પણ તેમના દ્વારા આપવામાં આવ્યો હતો.