જજીસને પણ હેલ્મેટમાં આવવું પડશે : સુપ્રીમ
Agency, New Delhi
| Jul 18, 2012, 03:43AM IST
એક ઉદાહરણ આપતા કોર્ટે જણાવ્યું કે, એક કેસમાં મેજિસ્ટ્રેટ દ્વારા જામીન મંજુર નહીં કરવામાં આવતાં કોર્ટના સંકુલમાં જ વકીલ દ્વારા મેજિસ્ટ્રેટ પર હુમલો કરવામાં આવ્યો હતો. હવેથી આગામી વર્ષોમાં કદાચ જજીસને કોર્ટોમાં હેલ્મેટ પહેરીને આવવું પડશે. કોર્ટ્સમાં આવી હિંસક પ્રવૃત્તિઓ આચરતા વકીલોના લાઇસન્સ રદ કરવા કે કેમ? એ બાબતે પણ સુપ્રીમકોર્ટે વિચારણા કરી હતી.
અલ્હાબાદ, તમિળનાડુ અને કણૉટકમાં પણ કોટોgમાં હિંસક ઘટનાઓ સર્જાઇ હતી. બેંચે રાજ્ય વતી ઉપસ્થિત થયેલા વરિષ્ઠ વકીલ આર. વેંકટરમાણીને એવો પ્રશ્ન કર્યો હતો કે, શું કોર્ટો માટે આવા વકીલોના લાઇસન્સ રદ કરવાનું યોગ્ય નહીં હોય. બેંચે જણાવ્યું કે, લોકોના અધિકારો માટે લડતા વકીલો હિંસક પ્રવૃત્તિઓમાં સંડોવાઇ રહ્યા હોવાની બાબત કમનસીબ છે.






