Advertisement
Home >> National News >> Latest News >> National >> JMM Withdraws Support From Arjun Munda Government

JMMએ અર્જુન મુંડા સરકારને ટેકો પાછો ખેંચ્યો

Agency, Rachi | Jan 07, 2013, 23:13PM IST
 
 


- જેએમએમે ટેકો પાછો ખેંચી લીધો

ઝારખંડમાં જેએમએમ અને ભાજપ વચ્ચે વારાફરથી મુખ્યમંત્રી પદ સંભાળવાની સમજુતી થઇ હતી એ મુદ્દે આવી રહેલા વિરોધાભાસી અહેવાલો વચ્ચે  ઝારખંડ મુક્તિ મોરચા (જેએમએમ)એ મુખ્યમંત્રી અર્જુન મુંડાને આપેલું સમર્થન પાછું ખેંચી લેતાં ઝારખંડમાં ભાજપના અર્જુન મુંડાના નેતૃત્વ હેઠળની સરકાર લઘુમતીમાં આવી ગઇ છે.

જેએમએમના નાયબવડા અને નાયબ મુખ્યમંત્રી હેમંત સોરેને જણાવ્યું હતું કે ભાજપના વિવિધ નેતાઓ સાથે વાતચીત કર્યા પછી તેમના પક્ષે સવૉનુમતે સરકારને આપેલો ટેકો પાછો ખેંચવા નિર્ણય લીધો હતો. ભાજપના ઝારખંડનો હવાલો સંભાળી રહેલા ધર્મેન્દ્રપ્રધાનનો પણ સંપર્ક સાધવામાં આવ્યો હતો.

આજે પક્ષની  કારોબારી સમિતિમાં આ અંગે નિર્ણય લેવાયો હતો. પક્ષના વડા શિબુ સોરેને જણાવ્યું હતું કે તેમનો પક્ષ આવતીકાલે મુંડા સરકારને આપેલો ટેકો પાછો ખેંચ્યો હોવાની જાણ રાજ્યપાલને કરશે. ૮૩ સભ્યોની વિધાનસભામાં ભાજપ -૧૮ ,જેએમએમ-૧૮ સભ્યો ધરાવે છે. તેઓને અખિલ ઝારખંડ વિદ્યાર્થી સંગઠનના ચાર સભ્યો તેમ જ જનતા દળ(યુ)ના બે સભ્યોનો ટેકો ધરાવતા હતા.

આ અગાઉ અર્જુન મુંડાએ શિબુ સોરેનને મળીને રાજ્યની રાજકીય સ્થિતિ વિષે ચર્ચા કરી હતી. શિબુ સોરેને મુખ્યમંત્રીપદે  ભાજપના નેતા ૨૮ મહિના રહેશે અને ત્યારબાદ જેએમએમના નેતા રહેશે એ મુજબ થયેલી સમજુતી તરફ તેમનું ધ્યાન દોર્યું હતું. આ મુદત ૧૦ જાન્યુઆરીના રોજ પૂરી થઇ ચૂકી છે. મુંડાએ લેખિત પત્ર લખીને આ મુજબ કોઇ સમજુતી થઇ હોવાનો ઇનકાર કરીને પદ પર ચાલુ રહેવાનું વલણ વ્યક્ત કર્યું હતું.

શું છે પક્ષવાર સ્થિતિ

કુલ સીટ - 81
BJP 18

JMM  18

CONG 13

JVM  11

AJSU 6

JDU  2

OTHERS 13

 

Your Opinion
 
 
Code:
2 + 6

 
Ad Link
Advertisement
Sabse Bada Match Fixer Contest
 

Top News

 
Advertisement
 

Bollywood

Cricket

Interesting News

 

Business

Religion

 


Jokes

 

Most Read

Photogallery

Email Print Comment
Email Print Comment