દર્દ તો થશે, પરંતુ હવે તેને ઉડવા દો

જ્યારે તમને મહેસૂસ થાય કે તમે તમારી જવાબદારીઓ બરાબર નિભાવી લીધી છે તો હવે સમય છે કે તમે તે સ્થાનેથી હટી જાવ અને અન્ય લોકોને આગળ વધવાની તક આપો. આવું કરવાથી તમને જરૂર દર્દ થશે, પરંતુ આમ કરવું જરૂરી છે. આમ કરવાથી જ તે લોકો નવી જવાબદારી સંભાળવાનું શીખશે. તમે જાણો છો કે તેમને તમારી જરૂરિયાત હંમેશાં રહેશે.
આ જરૂરિયાત એક ગાર્ડિયન અથવા એક લીડરના રૂપમાં જોઈ શકે છે. પરંતુ હવે એ જરૂરિયાત પહેલાં જેવી નથી. તેઓ હવે મોટા થઈ ગયા છે. તેમની વિચારસરણી બદલાઈ ગઈ છે. હવે તમારે પોતાને પૂછવાની જરૂર છે કે શું તમે બદલાયા છો? ચીજો હંમેશાં એકસમાન નથી હોતી. તમે તમારું કામ કરી નાખ્યું. હવે તેમનો વારો છે.
આ જ ડિસાઈપલ મેકિંગ (શિષ્ય બનાવવો) છે. તમે નવા શિષ્યો તૈયાર કરો. જ્યારે તેમનામાં એકલા ઉડવાની ક્ષમતા આવી જાય એટલે તેમને ખુલ્લા આકાશમાં છોડી દો. આ ચાર પદ્ધતિથી તમે તેમને એકલા ઉડવા માટે તૈયાર કરી શકો છો...
- લેટ ધેમ નો- તેમને જણાવો કે શું યોગ્યતા છે અને કઈ નવી જવાબદારી તેઓ ઉપાડી શકે છે. - લેટ ધેમ ગ્રો- તેમને આગળ વધવા દો. નવી ચીજો શીખવા તકો આપો. તેમાં મદદ કરી શકો છો. - લેટ ધેમ શો- તેમને દિશા આપો. પરંતુ આઝાદી પણ જેથી તેઓ લાયકાત ક્ષમતાઓ બતાવી શકે. - લેટ ધેમ ગો- તેમને પોતાની પાંખો ફેલાવા દો. આઝાદ કરી દો જેથી તેઓ પોતાને ઓળખી શકે.






