Advertisement
Home >> National News >> Bhaskar Gyan >> Investment Is Like Make Garden

રોકાણ કરવું એટલે જાણે કે બગીચો તૈયાર કરવો

Uma Sasikant | Jul 28, 2012, 22:17PM IST
 
 

રોકાણ માટે લોકોની પસંદ અલગ અલગ હોય છે. અલગ પ્રકારના રોકાણમાં અલગ પ્રકારાનો લાભ મળી શકે છે. રોકાણ કરવું એ કોઈ બગીચો તૈયાર કરવાથી કમ નથી. તો રોકાણનો સૌથી સારો વિકલ્પ કયો ? જો રોકાણકાર કહે કે અમે સૌથી વધુ વળતર મળે અને ઓછું જોખમ હોય તેવું રોકાણ કરવા માગે છે જેથી તેની મૂડી સુરક્ષિત રહે તો રોકાણકારે જાણી લેવું જોઈએ કે આવો કોઈ રોકાણનો વિકલ્પ હોતો નથી.

રોકાણના કોઈપણ વિકલ્પ અંગે આપણે વિચારીએ ત્યાર એવું ઈચ્છીએ છીએ કે સતત વળતર મળતું રહે. આને બગીચાની રીતે સમજાવવું હોય તો બગીચામાં ઘાસની લંબાઈને યોગ્ય રીતે રાખવા સમયાંતરે તેનું ટ્રીમીંગ કરાય છે. એવી જ રીતે લોનનો પણ એક ચોક્કસ ઉપયોગ હોય છે. જો આપ બગીચામાં શાકભાજી ઉગાડતા હો તો તેની સતત દેખભાળ કરવી પડતી હોય છે. જો તમે આંબો વાવ્યો હોય તો તેના માટે તમારે ધીરજ રાખવી પડતી હોય છે. આંબામાં સીઝન સિવાય સમગ્ર વર્ષ દરમિયાન ફળ મળશે નહીં અને ફાયદો પણ વર્ષો પછી થશે. આથી આવો વિકલ્પ પસંદ કરતા અગાઉ સાવધાની રાખવી જોઈએ.

જ્યારે આપણે ટૂંકા ગાળાની થાપણનો વિકલ્પ પસંદ કરતા હોઈએ ત્યારે એ સ્પષ્ટ હોય છે કે આપણે તેમાં લોનને જોઈએ છે. આવી સ્થિતિમાં વળતરની પરવાહ આપણે કરતા નથી. આપણે એવું ઈચ્છીએ છીએ કે થોડા થોડા પૈસા થોડા થોડા સમયે મળતા રહે. જ્યારે આપણે ત્રણથી પાંચ વર્ષની થાપણ કે બોંડમાં રોકાણ કરીએ છીએ ત્યારે જાણે કે આપણે બગીચામાં શાકભાજી ઉગાડતા હોઈએ છીએ. તેમાં સમય આવ્યે જ લાભની આશા રાખીએ છીએ. જ્યારે આપણે શેરબજાર કે રિયલ એસ્ટેટનો વિકલ્પ પસંદ કરીએ છીએ ત્યારે તે આંબાના વૃક્ષનું વાવેતર બરાબરનો વિકલ્પ છે. તેમાં વધારે ધીરજ અને સારા તથા ખરાબ સમયમાંથી પસાર થવાની ક્ષમતા હોવી જોઈએ.

રોકાણ સમયે જોખમનું પણ ધ્યાન રાખવો. જો આપણી પાસે રોકાણ માટે દસથી પંદર વર્ષનો સમય હોય તો આપણે શેરબજારમાં આવતી તેજી કે કડાકાની ચિંતા કરવી જોઈએ નહીં. જેમ બગીચામાં શાકભાજી, આંબાની ઝાડની અલગ જગ્યા અને ઉપયોગીતા છે એવી જ રીતે લોન અને થાપણની પણ અલગ ઉપયોગીતા છે.

- ઉમા શશિકાંત, એમડી, સેન્ટર ફોર ઇન્વેસ્ટમેન્ટ એજ્યુકેશન એન્ડ લર્નિંગ, મુંબઇ
uma.shashikant@
dainikbhaskargroup.com
 
 
 

Your Opinion
 
 
Code:
3 + 10

 
Ad Link
Advertisement
 

Top News

 
Advertisement
 

Bollywood

Cricket

Interesting News

 

Business

Religion

 


Jokes

 

Most Read

Photogallery

Email Print Comment
Email Print Comment