૧૧મા ધોરણનો વિદ્યાર્થી સચિન ૨૭ મેનો દિવસ ક્યારેય નહીં ભૂલે. આ દિવસે તે ન્યૂયોર્કમાં હતો. નાસાના પરિસરમાં રોકેટની ડમી યાત્રા માટે. નેશનલ એરોનોટિકલ એન્ડ સ્પેસ એડમિનિસ્ટ્રેશન(નાસા) દ્વાર યોજાયેલી સ્કૂલના વિદ્યાર્થીઓની પરીક્ષામાં પાસ થયા બાદ સ્પેસ રિસર્ચ એન્ડ એવિયેશન પ્રોગ્રામ માટે તેની પસંદગી થઈ હતી.
તેના બદ્રીલાલ પ્રજાપતિ પિતા સમોસા અને ચાની દુકાનના માલિક છે. તેને નાસા સુધી પહોંચાડવા કરતાં તેમના દીકરાએ વિમાનમાં વિદેશ પ્રવાસ કર્યો તે બાબત તેમના માટે વધારે મહત્વની છે. સચિનને વિવિધ પ્રકારના મોડેલ બનાવવાની આદત છે. હવે તેનું સપનું આઇઆઈટીમાં ભણવાનું છે.