દુશ્મનની બેલેસ્ટિક મિસાઇલને નષ્ટ કરવાની ક્ષમતા ધરાવતી ઇન્ટરસેપ્ટર મિસાઇલનું શુક્રવારે સફળ પરીક્ષણ કરવામાં આવ્યું છે. ઓરિસ્સાના કાંઠા પર આવેલા ચાંદીપુર સ્થિત આઇટીઆઇ ખાતેથી આ પરીક્ષણ કરવામાં આવ્યું છે.
આવા બહુસ્તરીય બેલેસ્ટિક મિસાઇલ સંરક્ષણ પ્રણાલીને વધુ મજબૂત કરવાની યોજના હેઠળ તૈયાર કરવામાં આવ્યું છે. આ મિસાઇલનો હેતુ દુશ્મન દેશની બેલેસ્ટિક મિસાઇલના હુમલાથી દેશને બચાવવાનો છે. આઇટીઆઇ નિર્દેશક એસ.પી. દાશે જણાવ્યું છે કે આઇટીઆરના બે પ્રક્ષેપણ સ્થળોથી આ પરીક્ષણ કરવામાં આવ્યું છે.
ચાંદીપુરથી લગભગ ૭૦ કિલોમીટર દૂર વ્હીલર દ્વીપ પર તૈનાત ઇન્ટરસેપ્ટર એડવાન્સ્ડ એર ડિફેન્સ(એઅઅડી) મિસાઇલને લગભગ ત્રણ મિનિટ બાદ રડારમાંથી સંકેત મળશે. આ સંકેત મળતાં ઇન્ટરસેપ્ટર મિસાઇલ દુશ્મનોની આવી રહેલી મિસાઇલને નષ્ટ કરવા માટે ઉડાન ભરશે અને સમુદ્રથી ઉપર ૧૫ કિલોમીટરની ઊંચાઇએ તેને નષ્ટ કરી નાંખશે.