Advertisement
Home >> National News >> Bhaskar Gyan >> Inspiring Story Of Sushil Kumar Shinde

આમથી ખાસને પ્રેરિત કરે તેવી શિંદેની કારકિર્દી

divyabhaskar.com | Aug 01, 2012, 17:32PM IST
 
 

-અદાલતના પટાવાળા તરીકે શરૂ કરી હતી કારકિર્દી
-ગાંધી પરિવારના વિશ્વાસુઓમાં સામેલ

બુધવારે સુશીલ કુમાર શિંદેએ પૂર્વ વીજપ્રધાન સુશીલ કુમાર શિંદેએ દેશના ગૃહપ્રધાન તરીકેનો કાર્યભાર સંભાળી લીધો છે. શિંદેએ સ્વીકાર્યું હતું કે ગૃહખાતું પડકારોથી ભરેલું છે. શિંદેની કારકિર્દી કોઈપણ સામાન્ય માનવીને પ્રેરિત કરે તેવી છે. તેઓ આમથી ખાસ સુધીની કહાણી છે. અદાલતમાં પટાવાળા તરીકે કારકિર્દી શરુ કરનારા શિંદે દેશના મહત્વપૂર્ણ ખાતાના પ્રધાન બન્યા છે.

શિંદે રાજકારણમાં આવ્યા તે પહેલા પટાવાળા હતા. શિંદેએ નાણાપ્રધાન તરીકે નવ વખત મહારાષ્ટ્રનું બજેટ રજૂ કર્યું છે. ઉપરાંત તેઓ મહારાષ્ટ્રના સાંસ્કૃત્તિક બાબતોના પ્રધાન તરીકે પણ શિંદેએ ફરજ બજાવી છે. તેઓ આંધ્રપ્રદેશના ગવર્નર પદે પણ રહી ચૂક્યા છે. વર્ષ 2004માં મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીઓમાં કોંગ્રેસની જીત થઈ પરંતુ શિંદે મુખ્યપ્રધાન બની શક્યા નહીં. વર્ષ 2006માં વધુ એક વખત દેશના રાજકારણમાં શિંદેનો ઉદય થયો. તેમને ઊર્જાપ્રધાન બનાવવામાં આવ્યા.

ગાંધી પરિવારના વફાદારોની યાદીમાં સુશીલ કુમાર શિંદેનો સમાવેશ થાય છે. તેમણે ઉપરાષ્ટ્રપતિ પદ માટે ચૂંટણી લડી હતી, પરંતુ ભૈરો સિંહ શેખાવત સામે હારી ગયા હતા. હાલ સુશીલ કુમાર શિંદેની ઉંમર 71 વર્ષ છે અને મહારાષ્ટ્રના મજબૂત દલિત નેતાઓમાં તેમની ગણના થાય છે. શિંદેએ કારકિર્દીની શરુઆત કોર્ટના પટાવાળા તરીકે કરી હતી. છ વર્ષ સુધી તેઓ મહારાષ્ટ્ર પોલીસમાં સબઈનસ્પેક્ટર રહ્યા હતા.

આ ગાળામાં તેમની મુલાકાત મહારાષ્ટ્ર કોંગ્રેસના મહાસચિવ પવાર સાથે થઈ હતી. પવારે શિંદેમાં રહેલા હીરને ઓળખ્યું હતું. પવારે જ શિંદેને નોકરી છોડીને રાજકારણમાં ઝંપલાવવા આગ્રહ કર્યો હતો. વર્ષ 1974માં શિંદે કરમાલા સીટ પર નસીબ અજમાવ્યું અને જીતી ગયા. ત્યારબાદ તેઓ રાજ્યની કેબિનેટમાં પ્રધાન બન્યા. શિંદે પાંચ વખત સોલાપુર સીટ પરથી વિધાનસભામાં અને ત્રણ વખત લોકસભામાં પહોંચ્યા. આજે પવાર અને શિંદેને બનતું નથી. પવાર શિંદેને હરીફ માને છે અને તેમની વચ્ચેનો ખટરાગ જગજાહેર છે.



 
 
 

Your Opinion
 
 
Code:
5 + 4

 
Ad Link
Advertisement
 

Top News

 
Advertisement
 

Bollywood

Cricket

Interesting News

 

Business

Religion

 


Jokes

 

Most Read

Photogallery

Email Print Comment
Email Print Comment