દેશમાં શિયાળુ બેસી રહ્યું છે. જેના કારણે ઝાંકળની સ્થિતિના કારણે અનેક ટ્રેનો પંદરથી સત્તર કલાક મોડી પડે છે. ટ્રેન પર પૂરતો સામાન ન હોવાના કારણે મુસાફરોએ ભારે હાલાકી ભોગવવી પડી રહી છે. જેના પગલે રેલવે વિભાગ દ્વારા વિશેષ વ્યવસ્થા કરવામાં આવી રહી છે.
-ભલે હોય ઝાંકળ, ટ્રેનમાં તમે નહીં રહો ભૂખ્યાં -ઝાંકળના કારણે થાય છે 15-17 કલાકનું મોડું -રેલવેપ્રધાન દ્વારા જાહેરાત
તાજેતરમાં દિલ્હી હાવડા વચ્ચેના રૂટમાં અનેક ટ્રેનો દસ થી સત્તર કલાક માટે મોડી પડી હતી. જેના પગલે રેલવે વિભાગ દ્વારા વિશેષ પગલા લેવામાં આવી રહ્યાં છે. અસરગ્રસ્ત ટ્રેનોમાં રાજધાની અને દુરાન્તો એક્સપ્રેસ પણ પ્રભાવિત થયા છે. ગૌહાટી, હાવડા, સેલદાહ, પટણા અને ભુવનેશ્વરથી દિલ્હી વચ્ચે દોડતી ટ્રેનો પર ઝાંકળની વિશેષ અસર જોવા મળી રહી છે. યુપી અને દિલ્હી વચ્ચે દોડતી કેટલીક ટ્રેનો પણ ઝાંકળના કારણે મોડી પડતી હોવાથી મુસાફરોએ ભોજનની હાલાકી ભોગવવી પડે છે.
આથી, ટ્રેનો પર ખોરાક, પાણી અને દૂધનો પૂરતો સ્ટોક રાખવા સૂચના આપવામાં આવી છે. છેલ્લા કેટલાક દિવસોથી એક્સપ્રેસ અને બીજી ટ્રેનો પણ મોડી પડે છે. ઉત્તર ભારતના પ્રવક્તાના કહેવા પ્રમાણે, પંચાવન જેટલી ટ્રેનો છેલ્લા કેટલાક દિવસ દરમિયાન મોડી પડી છે.
તમારો મત
શું તમને લાગે છે કે, રેલવે દ્વારા સુરક્ષાનો મુદ્દો ઉકેલી લેવામાં આવે તો વધુ અનેક લોકો રેલવેની સેવા તરફ આકર્ષાઈ તેમ છે? તમારો મત નીચે આપવામા આવેલા ફીડબેક ફોર્મ દ્વારા જણાવો. સરકારની નવી નીતિ પ્રમાણે ઈન્ટરનેટ પર કોઈ ધિક્કારાસ્પદ, વિવાદાસ્પદ કે ધૃણાસ્પદ ટિપ્પણી કરવીએ ગુનો બને છે. આ માટે ટિપ્પણી કરનારી વ્યક્તિ ખુદ જવાબદાર ઠરે છે. આથી કૃપા કરીને તમારી ભાષા સંયમિત અને શિષ્ટ રાખો. જો તમારી કોમેન્ટ અશિષ્ટ માલૂમ પડશે તો તેને વેબસાઈટ પરથી હટાવી દેવાની ફરજ પડશે.