- હવે ભારતીય ફિલ્મ ઇન્ડસ્ટ્રી ઝડપથી એડલ્ટ થઇ રહી છે
એ વાત છુપાયેલી નથી કે ભારતીય સિનેમા ઝડપથી એડલ્ટ થઇ રહી છે અને હવે તેમાં એડલ્ટ સ્ટારને પણ હિરોઇન બનાવાઇ રહી છે. ભારતીય સેન્સર બોર્ડના તાજેતરના આંકડા કહે છે કે એડલ્ટ ફિલ્મોની સંખ્યામાં અપેક્ષાથી પણ વધુ વધારો થઇ રહ્યો છે.
2011માં ભારતીય દર્શકો સામે 200થી ઉપરની એડલ્ટ ફિલ્મ રજૂ કરાઇ હતી. હિન્દી, તમિલ, કન્નડ અને તેલુગુમાં સૌથી વધુ ફિલ્મો બને છે. એવું કહી શકાય કે ઉપલબ્ધ આંકડાઓ અનુસાર આ ચાર ભાષાઓમાં અંદાજે 600 ફિલ્મો બની છે અને તેમાં 175થી વધુ એડલ્ટ (એ) સર્ટિફિકેટવાળી ફિલ્મો હતી.
જો દેશી-વિદેશી અને વીડિયોમાં બનેલી તમામ ફિલ્મોને સામેલ કરી લેવાય તો ગત વર્ષે સેન્સર બોર્ડે 700થી વધુ એડલ્ટ સર્ટિફિકેટ આપ્યા હતા.
2011માં સૌથી વધુ ફિલ્મો બનાવવાનો રેકોર્ડ હિન્દી (ઓક્ટોબર 2011 સુધીના રેકોર્ડ પ્રમાણે 175 ફિલ્મો) પાસે જ રહ્યો અને ત્યારબાદ ક્રમશ: તેલુગુ (157 ફિલ્મો), તમિલ (150 ફિલ્મો), અને કન્નડ (108 ફિલ્મો)નું સ્થાન રહ્યું. આ ચાર મોટી ભાષાઓ બાદ બાંગ્લા (100 ફિલ્મો), ભોજપુરી (64 ફિલ્મો) અને મરાઠી (77 ફિલ્મો)નો નંબર આવે છે.
દિવ્યભાસ્કરના અનુરોધ પર સેન્સર બોર્ડે જે આંકડાઓ ઉપલબ્ધ કરાવ્યા તેના પ્રમાણે 2011માં અંદાજે 1026 ભારતીય ફિલ્મોને સેન્સર સર્ટિફિકેટ અપાયું હતું જેમાં 482ને યુ, 344ને યુએ અને 200ને એડલ્ટ સર્ટિફિકેટ અપાયું હતું. 210 વિદેશી ફિલ્મોમાં 84 ફિલ્મોને એડલ્ટ સર્ટિફિકેટ અપાયું હતું.
તમારો મત
આ અંગે નીચે આપેલા ફિડબેક ફોર્મમાં સંયમિત ભાષામાં તમારો મત વ્યક્ત કરો. મહેરબાની કરીને એ ખાસ નોંધી લો કે તમારી દરેક કમેન્ટ્સ, વાંધાજનક ટિપ્પણી માટે તમે જવાબદાર છો અને અપશબ્દો લખવા એ સજાને પાત્ર કૃત્ય છે.