Get Divyabhaskar on mobile   E-Paper
 
Divya Bhaskar
Advertisement
 
 
 
Home >> National News >> Bhaskar Gyan
 

સ્પામ મેલ મોકલવામાં ભારત બીજા ક્રમે

 
Source: Agency, New Delhi   |   Last Updated 12:31 AM [IST](27/08/2010)
 
 
 
 
 
બધા જ નિયંત્રણો લાદવામાં આવ્યા હોવાછતાં ભારત હજીપણ સ્પામ અથવા જંક મેલ મોકલવાની બાબતમાં સમગ્ર વિશ્વમાં બીજા ક્રમે છે. જ્યારે સ્પામ મેલ મોકલવામાં અમેરિકા સૌથી મોખરે છે. એક અભ્યાસમાં જણાવવામાં આવ્યું છે કે, જુલાઇ મહિનામાં વિશ્વભરમાં મોકલવામાં આવેલા જંક મેલમાંથી ૧૨.૫૫ ટકા મેલ ભારતમાંથી શરૂ થયા હતા.

ટ્રેન્ડ માઇક્રો દ્વારા કરવામાં આવેલા અભ્યાસમાં અમેરિકા હજીપણ ‘કિંગ ઓફ સ્પામ’ બનેલું છે. જ્યારે બ્રાઝિલ ત્રીજા ક્રમે છે. અમેરિકામાંથી ૨૫ ટકા જ્યારે બ્રાઝિલમાંથી ૧૨ ટકા જંક મેલ મોકલવામાં આવ્યા હતા. અગાઉ કરવામાં આવેલા અભ્યાસમાં પણ ભારત, અમેરિકા અને બ્રાઝિલ આ જ ક્રમે હતા. લેટેસ્ટ આંકડાકીય માહિતીમાં જણાવવામાં આવ્યું છે કે, ભારતમાં શરૂ થનારા જંક મેલની સંખ્યામાં ઘટાડો નોંધાયો છે. જ્યારે અમેરિકા અને બ્રાઝિલમાં આવા મેલની સંખ્યામાં વધારો થયો છે.

સાયબર અપરાધીઓનું શસ્ત્ર :

ટ્રેન્ડ માઇક્રોના ભારત અને સાર્ક ક્ષેત્રના મેનેજર અમિતનાથે જણાવ્યું કે, સાયબર અપરાધીઓ દ્વારા લાભ અથવા ઇનામની લાલચ આપીને યૂઝર્સના એકાઉન્ટ અને ક્રેડિટ કાર્ડ સંબંધિત માહિતીઓ હાંસલ કરવા માટે આ પ્રકારના મેલ મોકલવામાં આવે છે. તેના માટે તેઓ સર્ચ એન્જિન, સોશિયલ નેટવકિઁગ સાઇટ્સ અથવા રિડાયરેકટ મેલનો સહારો લે છે.

યાદીમાંથી ચીન બહાર :

ચીન આ યાદીમાં સામેલ નથી. જોકે ચીનને સાયબર અપરાધીઓનો ગઢ કહેવામાં આવે છે. ૧૧.૩ ટકા જંક મેલ સાથે બ્રિટન ચોથા અને ૮.૬૬ ટકા સાથે જર્મની પાંચમા ક્રમે છે. ત્યાર બાદ વિયેતનામ, ફ્રાન્સ, દક્ષિણ કોરિયા, ઇટાલી અને રોમાનિયાનો નંબર આવે છે.

એચએસબીસી નિશાન પર :

જુલાઇમાં ઇ-મેલ દ્વારા સૌથી વધુ સાયબર હુમલા એચએસબીસી પર કરવામાં આવ્યા હતા. સાયબર અપરાધીઓ માટે આ સૌથી મોટું ફિશિંગ ટાર્ગેટ છે.
 
 
 
 
 
 
 
 
 
 

Your Opinion

 

Code :
7 + 7


 
Advertisement
 
Valentines-Day
 

Top News

 
 
 
 
 
 
 
 
 

Bollywood

 
 
 
 
 
 
 
 
 

Cricket

 
 
 
 
 
 
 
 
 

Interesting News

 
 
 
 
 
 
 
 
 

Business

 
 
 
 
 
 
 
 
 

Religion

 
 
 
 
 
 
 
 
 

Most Read

 
 
 
 
 
 
 
 
 
 
 
 
|  
|  




Copyright © 2011-12 DB Corp ltd., All Rights Reserved.
Site Powered by I Media Corp. Ltd IMCL, DB Corp Ltd. Enterprise.