14 ઓગસ્ટના દિવસને પાકિસ્તાનના આઝાદી દિવસ તરીકે ઊજવવામાં આવે છે. સામાન્ય રીતે ભારત અને પાકિસ્તાનની વાઘા સીમા પર તણાવનું વાતાવરણ જોવા મળતું હોય છે. પરંતુ, 14 અને 15 ઓગસ્ટના દિવસે અહીંનો નજારો કંઇક ઓર જ હોય છે. પાકિસ્તાની રેન્જર્સના ડાયરેક્ટર મેજર જનરલ યાકૂબ અને ભારતના બીએસએફના કમાન્ડર એસ સિંઘઓએ મીઠાઇઓનું આદાન-પ્રદાન કર્યું હતું તથા શુભેચ્છાઓની આપ-લે કરી હતી. જોકે, પાકિસ્તાનની પ્રવર્તમાન રાજકીય અને ધાર્મિક સ્થિતીને જોતાં આઝાદીની ઊજવણીઓ ધામધૂમપૂર્વક કરવામાં નથી આવી રહી.