દૈનિક ભાસ્કર ડોટકોમના જયપુર કાર્યાલયમાં આવેલા ચેતન ભગતે પસંદગીના શહેરોના યુવાનો સાથે વિવિધ મુદ્દે વાત કરી
આજે યુવાનો માટે સફળતાનો અર્થ માત્ર નાણા કમાવા રહી ગયો છે. આ દોડમાં આપણા મૂલ્યો પાછળ રહી ગયાં છે. અમીર બનો પણ લાલચથી બચો. મહિલાઓ હવે વધુ સક્ષમ છે. તેથી મહિલા પાત્રોમાં હું જોરદાર કોિન્ફડન્સ ધરાવું છું. મારું સમર્થન ઉદ્દેશને છે. તેમની ટીમને હું વ્યક્તિગત રીતે નથી ઓળખતો. બહુચર્ચિત લેખક ચેતન ભગત દેશના પસંદગીનાં શહેરોના યુવાનોના પ્રશ્નોના ઉત્તર આપતા તેમનો સામનો કરતા રહ્યા. તેઓ શુક્રવારે દૈનિક ભાસ્કર ડોટકોમના જયપુર કાર્યાલયમાંથી વીડિયો કોન્ફરિન્સંગથી લોકો સાથે ચર્ચા કરી રહ્યા હતા.
આ પ્રસંગે ચેતને યુવાનોને ઘણા મંત્ર આપ્યા. તેમણે કહ્યું કે માનવીએ પોતાના સારાં કાર્યોને લોકો સુધી પહોંચાડવા પણ પડે છે. તેના માટે સેલિંગ સ્કીલ જોઈએ. નહીંતર પાછળ રહી જતાં વાર ના લાગે. ચેતને એક પ્રશ્નના ઉત્તરમાં કહ્યું કે પ્રમોશન માટે ભારે કવાયત કરવી પડે છે. ફેસબુકના જમાનામાં બાળકો પાસે વિકલ્પો વધી ગયા છે. એવામાં કોઈ પુસ્તક સાથે બાળકને જોડવા મુશ્કેલ બની રહે છે.
ચેતન કહે છે કે તેમને લાગે છે કે લેખક તેમના «દયની પાસે રહે છે. તેના પછી વકતા. હું મારા શબ્દોના માધ્યમથી દેશની યુવા પેઢીને મોટીવેટ કરવા માગું છું. એ જ રીતે કોઈ શાળા કે કોલેજમાં જાઉં છું ત્યારે વકતવ્ય દ્વારા તેમની સાથે વાત કરીને વધુ સંતોષ મળે છે. ચેતનને લાગે છે કે દેશના મધ્યમવર્ગમાં આર્થિક સ્થિતિ ઘણી મોટી સમસ્યા છે. પ્રત્યેક ઘરમાં આ મુદ્દે દિવસમાં એકવાર વાત થાય જ. મેં પણ આ સમસ્યા ભોગવી છે.
પિતા એક સરકારી નોકરીમાં હતા. ઘરની સ્થિતિ એટલી સારી નહોતી. એવામાં પ્રત્યેક દિવસે નાણાને લઈને ચર્ચા થતી રહેતી હતી. તેથી જ મારા પુસ્તકમાં નાયક ક્યાંય ને ક્યાંય આર્થિક મુશ્કેલીઓ સામે ઝઝૂમતો હોય છે. પોતાના પ્રત્યેક પુસ્તકમાં શીર્ષકમાં અંકો લખીને પછી ચેતન કહે છે કે મેં ઘણા વર્ષો સુધી બેન્કમાં કામ કર્યું છે. તેથી તે ઘટનાને શ્રદ્ધાંજલિ આપવા પુસ્તકના શીર્ષકમાં અંકોનો ઉપયોગ કરું છું.
ચેતનને જ્યારે એ પૂછવામાં આવ્યું કે પુસ્તક ?દયથી લખો છો કે મગજથી તો તેમણે કહ્યું કે,‘હું ?દય સાથે મગજનો ઉપયોગ પણ કરું છું. તમારા પુસ્તકમાં તર્ક ના હોય તો પાત્ર સાથે તમે ન્યાય ના કરી શકો. મારા માટે પુસ્તક લખવા કરતાં આઇઆઇટીનું ભણતર વધુ સહેલું હતું. મારું પૂરું ધ્યાન યુવાનો પર જ રહે છે.
હું તેમના માટે જ લખું છું. જોકે એવું નથી કે મારું પુસ્તક યુવાનો સિવાય બીજું કોઈ નથી વાંચતું.’ ટીમ અણ્ણાના આરોપોના મુદ્દે તેઓ કહે છે કે ટીમના કોઈપણ સભ્યને તેઓ વ્યક્તિગત રીતે નથી ઓળખતા. એવામાં કાંઈ કહી શકું નહીં. આમેય હું અણ્ણા ટીમના ઉદ્દેશને મારું સમર્થન છે. અર્થાત જનલોકપાલ ખરડાને મારું સમર્થન છે.