Get Divyabhaskar on mobile   E-Paper
 
Divya Bhaskar
Advertisement
 
 
 
Home >> National News >> In Depth
 

વિશ્વનાથનના નાગરિકત્વ પર સરકારી નાથોને શંકા

 
Source: Agency, New Delhi   |   Last Updated 12:14 AM [IST](25/08/2010)
 
 
 
 
 

વિશ્વ ચેસ ચેમ્પિયન વિશ્વનાથન આનંદે દેશને આંતરરાષ્ટ્રીય સ્તર પર અનેક સિદ્ધિઓ દ્વારા ગૌરવ અપાવ્યું છે, પરંતુ આપણી સંવેદના વગરની બ્યૂરોક્રસીથી તે બચી શક્યો નથી. દેશનું નામ રોશન કરનારા આનંદની નાગરિકતા પર જ આ બાબુઓએ પ્રશ્નાર્થ ઊભો કરી દીધો તેને કારણે તેને હૈદરાબાદ યુનિવર્સિટી દ્વારા અપાનારી ડૉક્ટરેટની માનદ ડિગ્રીનો મુદ્દો પણ લટકી પડ્યો. આનંદે આ ડિગ્રી સ્વીકારવાની ના પાડી દીધી. સ્થિતિ વણસી જતાં માનવ સંસાધન વિકાસ મંત્રી કપિલ સિબ્બલે માફી માગી લીધી. ત્યારબાદ આનંદે માનદ ડિગ્રી સ્વીકારવાની તૈયારી દર્શાવી હતી.


આ વિવાદ મીડિયામાં ચમકતાં જ મંગળવારે કપિલ સિબ્બલે ઉતાવળે પત્રકાર પરિષદ બોલાવીને ખુલાસો કરતા કહ્યું કે ‘આનંદના મુદ્દે કેટલીક પ્રક્રિયા અંગેની સમસ્યા હતી પરંતુ મામલો ધ્યાનમાં આવતાં તાત્કાલિક ભૂલ સુધારીને પગલાં લેવાયાં છે. મેં તેની(આનંદની) સાથે ફોન પર વાત કરી છે. જે કંઈ થયું તેનું મને દુ:ખ છે. તેની નાગરિકતા પર પ્રશ્ન ઉઠાવવાનો કોઈ સવાલ જ નથી. અમે અમારા સ્તર પર પ્રક્રિયા ઝડપથી પાર પાડી છે. હવે આનંદે ક્યારે ડૉક્ટરેટની ડિગ્રી સ્વીકારવી તે તેના પર નિર્ભર છે.’ વાસ્તવમાં આજે મંગળવારે જ તેને ગણિત સંમેલનમાં સન્માનિત કરવાનો હતો, પરંતુ મંત્રાલયમાં મામલો ટલ્લે ચઢ્યો હોવાથી આ કાર્યક્રમ ટાળવો પડ્યો હતો.


દરમિયાનમાં પોતાની રાષ્ટ્રીયતા પર વિવાદ ઊભો થવા છતાં વિશ્વનાથન આનંદ જરા પણ વિચલિત થયો ન હતો અને મંગળવારે અહીં આંતરરાષ્ટ્રીય ગણિત સંમેલનમાં પહોંચ્યો ત્યારે તેનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. તે ચેસમાં વિશ્વભરના ૪૦ ટોચના ગણિત નિષ્ણાતોનો એક સાથે મુકાબલો કરશે.


વિવાદ શું હતો ?


વિશ્વનાથન આનંદ પાસે ભારતીય પાસપોર્ટ છે, પરંતુ તે ઘણાં સમયથી સ્પેનમાં રહે છે. હૈદરાબાદ યુનિવર્સિટીના આંતરરાષ્ટ્રીય ગણિત સંમેલન દરમિયાન તેમને હાર્વર્ડ યુનિવર્સિટીના ગણિતજ્ઞ ડેવિડ મમફોર્ડની સાથે ડૉક્ટરેટની માનદ પદવી આપવાનું નક્કી થયું હતું. ગયા મે મહિનામાં તેની ફાઈલ સરકાર પાસે મોકલી દેવાઈ હતી, પણ માનવ સંસાધન વિકાસ મંત્રાલયે આનંદની નાગરિકતા પર પ્રશ્નાર્થ ઊભો કરી દીધો. યુનિવર્સિટીએ આ અંગે મંત્રાલયને અનેકવાર સ્પષ્ટતા મોકલી આપી, પણ ફાઈલ અટકી જ ગઈ. ખુદ આનંદની પત્નીએ પણ મંત્રાલયને તેના પાસપોર્ટની કોપી ફેકસ કરીને મોકલી, પરંતુ બાબુશાહી તેના મદમાં જ રહી અને સિબ્બલ સુધી મામલો ન ગયો ત્યાં સુધી ફાઈલ ખસી જ નહીં.


થોડો ક્ષોભ થાય છે

વિવાદથી અમે જરા પણ નિરાશ નથી. હા, આવા સવાલોના જવાબ આપવામાં થોડો ક્ષોભ થાય છે. - અરુણા, વિશ્વનાથન આનંદની પત્ની


 


 
 
 
 
 
 
 
 
 
 

Your Opinion

 

Code :
6 + 3


 
Advertisement
 
Valentines-Day
 

Top News

 
 
 
 
 
 
 
 
 

Bollywood

 
 
 
 
 
 
 
 
 

Cricket

 
 
 
 
 
 
 
 
 

Interesting News

 
 
 
 
 
 
 
 
 

Business

 
 
 
 
 
 
 
 
 

Religion

 
 
 
 
 
 
 
 
 

Most Read

 
 
 
 
 
 
 
 
 
 
 
 
|  
|  




Copyright © 2011-12 DB Corp ltd., All Rights Reserved.
Site Powered by I Media Corp. Ltd IMCL, DB Corp Ltd. Enterprise.