Get Divyabhaskar on mobile   E-Paper
 
Divya Bhaskar
Advertisement
 
 
 
Home >> National News >> Latest News >> National
 

નિત્યાનંદ મામલે સુનવણી 24 સુધી સ્થગિત

 
Source: Agency, Bengalore   |   Last Updated 6:18 PM [IST](09/06/2010)
 
 
 
 
 
કર્ણાટક હાઈકોર્ટે દુષ્કર્મ સહીત વિભિન્ન અપરાધિક મામલામાં ધરપકડ કરાયેલા સ્વામી નિત્યાનંદ વિરુદ્ધ બે એફઆઈઆર રદ્દ કરવાની અરજી પર સુનવણી 24 જૂન સુધી સ્થગિત કરવામાં આવી છે.

જસ્ટિસ એ. નાગરાજે નિત્યાનંદના વકીલ વિવેકાનંદ ગુપ્તાના આગ્રહ પર મામલાની સુનવણી સ્થગિત કરી છે. ગુપ્તાનું કહેવું હતું કે એ જરૂરી છે કારણ કે તેમની જામીન અરજી પર ગુરુવારે સુનવણી થવાની છે અને આશા કરવામાં આવે છે કે મામલાની તપાસ કરી રહેલી સીઆઈડી પોતાનો રિપોર્ટ રજૂ કરશે.

નિત્યાનંદના વકીલે એમ પણ કહ્યું હતું કે મદ્રાસ હાઈકોર્ટે તમિલનાડુના શ્રીપેરંબદૂરમાં એક કોર્ટ સમક્ષ લંબિત સ્વામી નિત્યાનંદ વિરુદ્ધના તમામ દીવાની કાર્યવાહી સ્થગિત કરી દીધી છે. ત્યારે નિત્યાનંદ વિરુદ્ધ એક ખાનગી અરજી દાખલ કરવામાં આવી હતી.

એક સંબંધિત ઘટનાક્રમમાં રામનગરા મેજીસ્ટ્રેટ અદાલતે નિત્યાનંદની જ્યુડિશ્યલ કસ્ટડીની અવધિ 23 જૂન સુધી વધારી દીધી છે. ઉલ્લેખનીય છે કે સ્વામી નિત્યાનંદની જ્યુડિશ્યલ કસ્ટડી આજે સમાપ્ત થઈ રહી હતી.









*
 
 
 
 
 
 
 
 
 
 

Your Opinion

 

Code :
5 + 10


 
Advertisement
 
Valentines-Day
 

Top News

 
 
 
 
 
 
 
 
 

Bollywood

 
 
 
 
 
 
 
 
 

Cricket

 
 
 
 
 
 
 
 
 

Interesting News

 
 
 
 
 
 
 
 
 

Business

 
 
 
 
 
 
 
 
 

Religion

 
 
 
 
 
 
 
 
 

Most Read

 
 
 
 
 
 
 
 
 
 
 
 
|  
|  




Copyright © 2011-12 DB Corp ltd., All Rights Reserved.
Site Powered by I Media Corp. Ltd IMCL, DB Corp Ltd. Enterprise.