આદિત્ય પારાશર (૧૩ વર્ષ)- ફોર્મ્યુલાની શોધ અને પેટન્ટ
આઠમા ધોરણના વિદ્યાર્થી આદિત્યએ પહેલા ટીવીના રિમોટ કંટ્રોલને સૌર ઊર્જાથી ચાલતું કરી દીધું. ઘરમાં બેટરી ડિસ્ચાર્જ થાય તો વારંવાર ચેનલ બદલવાની ઝંઝટ આ શોધ પાછળનું કારણ બની. ભાઈ પ્રખર અને વિજ્ઞાનના શિક્ષક પિતા રાજેશ પારાશરે તેને બાળપણમાં જ ટેક્નોલોજીની જોડ-તોડનો હુન્નર શીખવ્યો.
નગરપાલિકામાં એકાઉન્ટન્ટ માતા પોતાના ચીનૂમાં કોઈ ગાયક શોધી રહી હતી, પરંતુ હવે તે સમજી ચૂક્યા છે કે આદિત્યનું ધ્યેય સરગમ નહીં, પણ વિજ્ઞાન છે. તેણે કાર ઓવરટેકિંગ વાઈબ્રેટિંગ એલાર્મની પણશોધ કરી છે અને પોતાના નામે પેટન્ટ કરાવી લીધી છે.
બોધ : કોઈ કામ અધુરું ન છોડૉ. જે શીખો તે બીજાને શીખવો.