ગુજરાત સહિત ગુજરાતના સાત રાજ્યોમાં ખેત ઉત્પાદકતાને વધારવા માટે સ્થાનિક ખેડૂતો સાથે મળીને કાર્યક્રમ હાથ ધરવામાં આવશે. આ જાહેરાત ઈઝરાયેલની એમ્બેસી દ્વારા કરવામાં આવી છે.
ઈઝરાયેલના ડેપ્યુટી ચીફ મિશન યાહેલ વિલાનના કહેવા પ્રમાણે, "એપ્રિલ મહિનાથી રાજસ્થાન, પંજાબ, હરિયાણા, ગુજરાત, મહારાષ્ટ્ર, કર્ણાટક,અને તામિલનાડુમાં આ પ્રયાસ કરવામાં આવશે. એમ્બેસિના એગ્રીકલ્ચર કાઉન્સેલ યુરી રુબિન્સનના કહેવા પ્રમાણે, તેઓ નેશનલ હોટ્રીકલ્ચર મિશન સાથે ટેક્નોલોજી સહાય હાથ ધરવામાં આવી છે.
યેહાલે ઉમેર્યું હતું કે, "ભારતીય અધિકારીઓને સાથે રાખીને, રાજ્યસરકારોની મદદથી, વિવિધ ટેક્નોલોજીનું નિદર્શન કરવામાં આવશે. ઉપરાંત ઓછા ખર્ચમાં કેવી રીતે ઉત્પાદકતા વધારી શકાય તે અંગે ચર્ચા કરીશું.
તમારો મત
તમારો મત નીચે આપવામા આવેલા ફીડબેક ફોર્મ દ્વારા જણાવો. સરકારની નવી નીતિ પ્રમાણે ઈન્ટરનેટ પર કોઈ ધિક્કારાસ્પદ, વિવાદાસ્પદ કે ધૃણાસ્પદ ટિપ્પણી કરવીએ ગુનો બને છે. આ માટે ટિપ્પણી કરનારી વ્યક્તિ ખુદ જવાબદાર ઠરે છે. આથી કૃપા કરીને તમારી ભાષા સંયમિત અને શિષ્ટ રાખો. જો તમારી કોમેન્ટ અશિષ્ટ માલૂમ પડશે તો તેને વેબસાઈટ પરથી હટાવી દેવાની ફરજ પડશે.