ચૂંટણી અભિયાનમાં વિદ્યાર્થીઓને ટેબલેટ અને લેપટોપ વેંચવાની જાહેરાતોની વચ્ચે 'આકાશ'નો ફંડો શરૂ કરનારા માનવ સંશાધન વિકાસ પ્રધાન કપિલ સિબ્બલે વિદ્યાર્થીઓને વધુ દસ લાખ ટેબલેટ આપવા માટેની તૈયારી કરી છે. આ માટે જંગી ઓર્ડર ડેટા વિન્ડ કંપનીને આપવામાં આવશે. આ અંગેની એક મહત્વપૂર્ણ બેઠક બુધવારે મળી રહી છે.
આઈપેડ-2ની રજ્ પર નવા ફિચર્સથી સજ્જ 'આકાશ'ના ઓર્ડરનું કામ આઈટી વિભાગ દ્વારા સુપરવાઈઝ કરવામાં આવશે. જો કે, કયા વિદ્યાર્થીઓ અને કોલેજોને ટેબ્લેટ આપવાના છે, તે નક્કી કરવાનું કામ માનવ સંશાધન વિકાસ વિભાગ દ્વારા કરવામાં આવશે.
આઈઆઈટી જોધપુર ટેક્નિકલ નિપૂણતા સુધી મર્યાદિત
એક મોટા અધિકારીના કહેવા પ્રમાણે, આઈઆઈટી જોધપુરને 'આકાશ' માટેની ટેક્નિકલ જવાબદારી આપવામાં આવી હતી. પરંતુ અનુભવના આધાર પર વિભાગ માની રહ્યું છે કે, માર્કેટિંગ અને કરારને લગતા કામ આઈઆઈટી જોધપુર દ્વારા થઈ શકતા નથી. આથી, ટેક્નિકલ જ્ઞાન આપવાના કામ સુધી જ તેના સહયોગને મર્યાદિત રાખવામાં આવી રહ્યો છે. ડેટા વિન્ડ કંપની સાથે કરારના ખરાબ અનુભવને જોતા નવો ઓર્ડર કોને આપવો તેની તપાસ કરવાનું કામ આઈટી વિભાગને સોંપવામાં આવ્યું છે.
ડેટા વિન્ડે સમયસર પૂરો કરવો પડશે ઓર્ડર
અગાઉ એક લાખ 'આકાશ'નો ઓર્ડર ડેટા વિન્ડ કંપનીને આપવામાં આવ્યો હતો. જેમાંથી સિત્તરે હજાર ટેબ્લેટ્સ પૂરા પાડવાના બાકી છે. આ માટે કંપનીને તા. 31 માર્ચ સુધીનો સમય આપવામાં આવ્યો છે. જો કંપની ઓર્ડર પૂરો નહીં કરે તો તેની સાથેના કરારની પુનઃસમિક્ષા કરવામાં આવશે.
આવું હશે નવું 'આકાશ'
નવા દસ લાખ 'આકાશ'માં પ્રોસેસરની ક્ષમતામાં વધારો કરવામાં આવશે. આ પહેલા તેની મર્યાદા 766 મેગાહર્ટ્ઝની છે. જેને વધારીને 1.2 ગીગા હર્ટ્ઝ કરવાની યોજના છે. ટચ સ્ક્રિન પણ અગાઉ કરતા વધુ અસરકારક હશે. જો કે, નવી સુધારેલી આવૃત્તિમાં કિંમત સાથે કોઈ સમાધાન કરવામાં નથી આવ્યું. ઉલ્લેખનીય છે કે, ડેટા વિન્ડના 'આકાશ'ના ઓર્ડર સાથે અનેક પ્રકારની અડચણો આવી છે. વિતરીત કરવામાં આવેલા ટેબ્લેટમાં અનેક ખામીઓ છે. જેના કારણે સવાલ ઉઠાવવામાં આવી રહ્યાં છે. અપ્રગેડેડ વર્ઝન સાથે ઓર્ડરને પૂરો કરવામાં કંપની આના-કાની કરી રહી છે.
તમારો મત
સંબંધિત સમાચાર તમારા સ્ક્રિનની ડાબી બાજુના બોક્સમાં વાંચી શકો છો. અન્ય રસપ્રદ ન્યૂઝ આ સમાચારની નીચેના બોક્સમાં પણ વાંચી શકો છો. ઉપરાંત તમારો મત નીચે આપવામા આવેલા ફીડબેક ફોર્મ દ્વારા જણાવો. સરકારની નવી નીતિ પ્રમાણે ઈન્ટરનેટ પર કોઈ ધિક્કારાસ્પદ, વિવાદાસ્પદ કે ધૃણાસ્પદ ટિપ્પણી કરવીએ ગુનો બને છે. આ માટે ટિપ્પણી કરનારી વ્યક્તિ ખુદ જવાબદાર ઠરે છે. આથી કૃપા કરીને તમારી ભાષા સંયમિત અને શિષ્ટ રાખો. જો તમારી કોમેન્ટ અશિષ્ટ માલૂમ પડશે તો તેને વેબસાઈટ પરથી હટાવી દેવાની ફરજ પડશે.