કાળા નાણા પર કેન્દ્ર સરકાર પર દબાણ વધી રહ્યું છે અને લોકોનો આક્રોશ પણ વધી રહ્યો છે. ત્યારે કાળા નાણાને ડામવા માટે લોકોના વિચારોને જાણવા માટે કેન્દ્ર સરકાર દ્વારા એક ઈમેઈલ આઈડી બનાવવામાં આવ્યું છે અને લોકોના અભિપ્રાય મંગાવવામાં આવ્યા છે.
-મુંજાયેલી સરકારે કાળા નાણા પર Online અભિપ્રાય મંગાવ્યા
-તમે પણ આપી શકો છો પ્રતિક્રિયા
-ઈમેલ આઈડી પણ જાહેર કરાયું
મળતી માહિતી પ્રમાણે, bm-feedback@nic.in નામનું ઈમેઈલ આઈડી તૈયાર કરવામાં આવ્યું છે. જે નેશનલ ઈન્ફોર્મેટિક્સ સેન્ટરના સર્વર પર ક્રીએટ કરવામાં આવ્યું છે. નાણા વિભાગના વરિષ્ઠ અધિકારીના કહેવા પ્રમાણે, સરકાર દ્વારા તાત્કાલિક અસરથી લોકોના અભિપ્રાય મંગાવવામાં આવ્યા છે.
અધિકારીના કહેવા પ્રમાણે, સામાન્ય જનતા પણ તેમની પ્રતિક્રિયા અને સૂચનો મોકલી શકે છે. જેમકે સજાની જોગવાઈ કેવા પ્રકારની દંડકીય વ્યવસ્થા ઊભી કરવી જેથી આ સમસ્યાને નાથી શકાય વગેરે. આ ઈમેઈલ આઈડીને નાણા વિભાગના અધિકારીઓ દ્વારા સતત મોનિટર કરવામાં આવશે અને આ આઈડી પર આવતા સૂચનોને સીબીડીટીના ચેરમેન સમક્ષ વિચારણાં અર્થે મુકવામાં આવશે.
સરકાર દ્વારા કાળાનાણાના મુદ્દા પર સીબીડીટીના અધ્યક્ષ પ્રકાશ ચંદ્રની અધ્યક્ષતામાં એક સમિતિની રચના કરવામાં આવી છે. જે કાળા નાણાની સમસ્યાનો સામનો કેવી રીતે કરવો તે અંગેની વ્યૂહરચના ઘડે છે. આ સમિતિ આગામી છ મહિનામાં તેનો અહેવાલ સુપ્રતકરે તેવી વકી છે.
તમારો મત
શું તમને લાગે છે કે, સરકારી અધિકારીઓ તમારા-મારા ઈમેલનું સાવચેતી પૂર્વક યોગ્ય રીતે નિરીક્ષણ કરશે ? શું તમે આ અંગે કોઈ અભિપ્રાય આપશો ? જો તમે તમારો અભિપ્રાય અન્ય વાંચકોસાથે શેર કરવા માંગતા હો તો નીચે આપવામાં આવેલાં ફીડબેક ફોર્મનો ઉપયોગ કરો. સરકારની નવી આર્થિક નીતિ પ્રમાણે ઈન્ટરનેટ પર કોઈપણ પ્રકારની ધિક્કારપ્રદ, વિવાદાસ્પદ, કે ધૃણાસ્પદ કોમેન્ટ કરવી ગેરકાયદેસર છે. આ પ્રકારની કોમેન્ટ માટે ટિપ્પણી કરનાર વ્યક્તિ કાયદેસર રીતે જવાબદાર રહેશે.