-સૌથી વધુ કેરળમાં ૧૭ શહેરનાં નામ બદલીને ફરી રખાયાં -કેન્દ્રીય ગૃહમંત્રાલયે નામ બદલવાની દરખાસ્તને મંજુરી આપી
શેક્સપિયરે કદાચ ભલે કહ્યું હોય કે ‘નામમાં શું છે’, પણ ગૃહમંત્રાલય માટે આ(નામ) બાબત લાખો લોકોની લાગણીઓનો સવાલ છે. આથી તેણે છેલ્લા એક દાયકા દરમિયાન દેશના ૨૫ શહેરનાં નામ બદલીને ફરીથી રાખવાની મંજુરી આપી છે.
તેમાં કેરળમાં સૌથી વધુ ૧૭ શહેરનાં નામ બદલવામાં આવ્યાં છે. તે પછી પંજાબમાં ચાર શહેરનાં નામ બદલવામાં આવ્યાં છે. આ ઉપરાંત ઓરિસ્સાના બે,મધ્યપ્રદેશના બે શહેરનાં નામ બદલવા માટે ગૃહમંત્રાલયે ફરી મંજુરી આપી દીધી છે. અલબત્ત, મધ્યપ્રદેશની રાજધાની ભોપાલનું નામ બદલીને ભોજપાલ રાખવાની દરખાસ્તને નકારી છે.
પંજાબનું શાહિબઝાદા અજિતસિંઘ નગર હવે અજિતગઢ અને સૂનામ શહેર સૂનામ ઉધમસિંઘ વાલા તરીકે ઓળખાય છે. એવી જ રીતે નવાન શહેરનું નામ બદલીને શહીદ ભગતસિંહ નગર અને મુખ્તસર શહેરનું નામ બદલીને શ્રી મુખ્તસર સાહિબ રાખવામાં આવ્યું છે.ઓરિસ્સાનું ફૂલબની હવે બૌદ્ધ કૌધમલ અને સોનપુર હવે સૂબરનપુરના નામથી ઓળખાય છે.
ક્યાં રાજ્યમાં કેટલાં શહેરનાં નામ બદલાયાં
કેરળ............૧૭ પંજાબ.......... ૦૪ ઓરિસ્સા....... ૦૨ મધ્યપ્રદેશ....... ૦૨
ક્યા શહેરનાં નામ બદલાયાં
જૂનુ નામ...........નવું નામ
ત્રિચૂર................થ્રિસૂર કયૂલોન.............કોલમ અલેપ્પી.............અલપ્પૂઝા પાલઘાટ ...........પલક્કડ કોનાન્નૌર............કન્નૂર ટેલિચેરી ............થલાસ્સેરી બડાગરે..............વડાકારા પરૂર ...............પરાવૂર અલવયે .............અલૂવા દેવી કોલમ..........દેવી કૂલમ કોચ્ચિન .............કોચી ચંગાનાચેરી...........ચંગાનાસ્સેરી ચિરાયિન્કિલ..........ચિરાયિન્કીઝૂ ક્રાનાગ્નોર ...........કોડૂંગલ્લૂર મન્નારઘાટ............મન્નાકૉડ ગોટેગાંવ..............શ્રીધામ મહોઉ................આંબેડકરનગર