Get Divyabhaskar on mobile   E-Paper
 
Divya Bhaskar
Advertisement
 
 
 
Home >> National News >> Latest News >> National
 

ભોપાલ કાંડ: પ્રધાનોના જુથની આજે બેઠક

 
Source: Agency, New, Delhi   |   Last Updated 2:48 AM [IST](18/06/2010)
 
 
 
 
 

૧૯૮૪માં સર્જાયેલી ભોપાલ ગેસ કરુણાંતિકા પરનો વિવાદ વકરી રહ્યો છે તે દરમિયાન આ મુદ્દે રચાયેલા પ્રધાનોના જુથની બેઠક આવતીકાલથી રોજ મળશે. વળતર અને કાનૂની પ્રશ્નો સંદર્ભે પોતાનો અહેવાલ સોમવારે વડાપ્રધાનને સુપરત કરશે. પ્રધાનોના જુથની બેઠક મળે તે પહેલાં  સરકારે જણાવ્યું છે કે  રાજીવ ગાંધી અને અર્જુનસિંહે પ્રશ્ન પર યોગ્ય રીતે ધ્યાન આપ્યું નહોતું  તે મુજબ ભાજપ અને સીપીઆઇ આક્ષેપ કરી રહ્યા છે તે સ્થિતિ વચ્ચે પ્રધાનોનું જુથ આ મુદ્દા પર પૂરું ધ્યાન આપશે.

ગૃહમંત્રી પી. ચિદમ્બરમના અધ્યક્ષસ્થાને રચાયેલા નવ સભ્યોના બનેલા પ્રધાનોના જુથની બેઠક આવતીકાલે મળશે. ત્યારબાદ રવિવાર સુધી રોજ બેઠક મળતી રહેશે અને જુથ સોમવારે વડાપ્રધાનને અહેવાલ સુપરત કરશે. પ્રધાનમંડળના જુથની પુન:રચનાના સાત દિવસ બાદ વડાપ્રધાન મનમોહનસિંઘે ૧૪  જુનના રોજ જુથને અદાલતી ચુકાદાને પગલે સર્જાયેલી  સ્થિતિની  તાકીદે સમીક્ષા કરીને વિવિધ મુદ્દે સરકાર સમક્ષના વિકલ્પો સંબંધે અહેવાલ ૧૦ દિવસમાં કેબિનેટને સુપરત કરવા જણાવ્યું હતું.

રાહત અને પુન:વસન મુદ્દે પણ વિચારણા

માહિતી અને પ્રસારણપ્રધાન અંબિકા સોનીએ જણાવ્યું હતું કે પ્રધાનોનું જુથ  ૧૫૦૦૦ વ્યક્તિનો ભોગ લેનારી અને લાખોને અસર પહોંચાડનારી દુર્ઘટનાના તમામ પાસા અંગે વિચારણા કરશે. જે લોકોને આટલા વર્ષે હજી પૂરતું વળતર મળ્યું નથી તેમના મુદ્દા સહિતના તમામ મુદ્દે વિચારણા થશે. દુર્ઘટનાનો ભોગ બનેલી વ્યક્તિ અને અસરગ્રસ્તોને રાહત અને પુન:વસન માટે જુથ ભલામણ કરશે.

૬૯ સાંસદો ફરી કેસ ખોલવાની તરફેણમાં

ભોપાલ ગેસ કાંડનો કેસ ફરી શરૂ કરવા ભાસ્કર જુથના અભિયાનમાં દેશભરના જનપ્રતિનિધિઓ આગળ આવ્યા છે. ગુજરાતના ૨૩ સાંસદો સહિત ૬૯ સાંસદોએ કેસ ફરી શરૂ કરવાની તરફેણ કરી છે. તેમણે વડાપ્રધાનને પત્ર લખીને સંસદનું વિશેષ સત્ર બોલાવવાની માગ કરી છે. આ સાંસદોએ સુપ્રીમ કોર્ટને અલગથી પત્ર લખ્યો છે. તેવી જ રીતે રાજસ્થાનમાંથી ચાર દિવસમાં ૩૪,૫૨૮ પોસ્ટકાર્ડ સુપ્રીમ કોર્ટ અને સાંસદોને લખાયા છે. રાજસ્થાનના ૧૫ સાંસદોએ પણ વડાપ્રધાનને પત્ર લખ્યો છે. પંજાબમાં દસ સાંસદોએ વડાપ્રધાનને પત્ર લખ્યો છે તો આઠ હજારથી વધુ લોકોએ પોસ્ટકાર્ડ લખ્યા છે. હિમાચલપ્રદેશમાં પણ ૨૮૦૦ લોકો,  છત્તીસગઢમાં ૨૮૩૦ લોકો અને ગ્વાલિયર-ચમ્બલમાંથી ૮૪૫૦ લોકોએ પોસ્ટકાર્ડ લખીને ન્યાયની માગ કરી છે.




*

 
 
 
 
 
 
 
 
 
 

Your Opinion

 

Code :
6 + 6


 
Advertisement
 

Top News

 
 
 
 
 
 
 
 
 

Bollywood

 
 
 
 
 
 
 
 
 

Cricket

 
 
 
 
 
 
 
 
 

Interesting News

 
 
 
 
 
 
 
 
 

Business

 
 
 
 
 
 
 
 
 

Religion

 
 
 
 
 
 
 
 
 

Most Read

 
 
 
 
 
 
 
 
 
 
 
 
|  
|  




Copyright © 2011-12 DB Corp ltd., All Rights Reserved.
Site Powered by I Media Corp. Ltd IMCL, DB Corp Ltd. Enterprise.