રસ્તા વચ્ચે છોકરીની છેડતી, ફાડી નાખ્યાં કપડાં મારપીટ કરી

રસ્તા વચ્ચે છોકરીની છેડતી, ફાડી નાખ્યાં કપડાં, મારપીટ કરી
-અડધી કલાક સુધી ચાલતો રહ્યો ખેલ
-યુટ્યુબ પરનાં વીડિયોએ ઉતાર્યો સમાજનો નકાબ
ગૌહાટીમાં ઘટેલી એક ઘટનાએ સભ્ય સમાજનું માથું શરમથી ઝુકાવી દીધું છે. આ ઘટનાને બહાર લાવવા માટે યુ-ટ્યુબ માધ્યમ બન્યું હતું. વીડિયોમાં જોઈ શકાય છે કે, 20 છોકરાઓએ સતત અડધી કલાક સુધી છેડતી કરી હતી.
આ ઘટના બે દિવસ પહેલાં ગૌહાટીનાં જીએસ રોડ પર ઘટી હતી. છોકરી બર્થડે પાર્ટીમાંથી પરત ફરી રહી હતી, ત્યારે વીસ જેટલા છોકરાઓ તૂટી પડ્યા હતા. તેમણે છોકરીનાં કપડાં ફાડી નાખ્યાં હતાં. ઉપરાંત છોકરીનાં કપડાં ઉતારી નાખ્યાં હતાં. ભીડે છોકરીની સાથે મારઝૂડ કરી હતી. છોકરી ધો. 11મા ધોરણ અભ્યાસ કરી રહી છે.
વીડિયોમાં સ્પષ્ટ રીતે જોઈ શકાય છે કે, કેટલાંક છોકરાઓ હિંસક રીતે છોકરી સાથે મારઝૂડ કરી રહ્યાં હતાં. થોડા સમય બાદ પોલીસ આવી હતી અને છોકરીને બચાવી હતી. જો કે, તે સમયે પોલીસે કોઈની ધરપકડ કરી ન હતી. પોલીસ દ્વારા છોકરીને સલામત રીતે તેનાં માતા-પિતાને સોંપવામાં આવી હતી.
આ ઘટનાની માહિતી મીડિયાના માધ્યમથી ચર્ચામાં આવી હતી. ત્યારબાદ જ કાર્યવાહી કરવામાં આવી હતી. પોલીસ દ્વારા અગ્યાર શખ્સોની ઓળખ કરવામાં આવી છે. જેમાંથી ચારની ધરપકડ કરવામા આવી છે. જ્યારે અન્ય સાત છોકરા ફરાર છે.
તમારો મત
સંબંધિત સમાચાર તમારા સ્ક્રીનની ડાબી બાજુના બોક્સમાં વાંચી શકો છો. અન્ય રસપ્રદ ન્યૂઝ આ સમાચારની નીચેના બોક્સમાં વાંચી શકો છો. સમાચાર અંગે તમારો મત નીચે આપવામા આવેલા ફીડબેક ફોર્મ દ્વારા જણાવો. સરકારની નવી નીતિ પ્રમાણે ઈન્ટરનેટ પર કોઈ ધિક્કારાસ્પદ, વિવાદાસ્પદ કે ધૃણાસ્પદ ટિપ્પણી કરવી ગુનો બને છે. આ માટે ટિપ્પણી કરનારી વ્યક્તિ જવાબદાર ઠરે છે. આથી કૃપા કરીને તમારી ભાષા સંયમિત અને શિષ્ટ રાખો. જો તમારી કોમેન્ટ અશિષ્ટ માલૂમ પડશે તો તેને વેબસાઈટ પરથી હટાવી દેવાની ફરજ પડશે.







