વી.કે. સિંહની જન્મતારીખ ૧૦ મે, ૧૯૫૦ જ રહેશે : સરકારનો નિર્ણય યોગ્ય, પહેલાં રેકોર્ડમાં સુધારો કેમ ન કર્યો : સુપ્રીમ
લશ્કરના વડા જનરલ વી.કે.સિંહના બહુચર્ચિત ઉંમરના વિવાદમાં સુપ્રીમ કોર્ટે સરકારના નિર્ણયને યોગ્ય ગણાવ્યો છે. સુપ્રીમે જણાવ્યું હતું કે જન્મતારીખ ૧૦ મે,૧૯૫૦ માનવાની તેમની જુની પ્રતબિદ્ધતામાંથી લશ્કરી વડા ફરી શકે નહીં. તે પછી જનરલ વી.કે.સિંહના વકીલોએ તેમની અરજી પાછી ખેંચી હતી.
અદાલતના ચુકાદા બાદ જનરલ વી.કે.સિંહ હવે તેમના પૂર્વ નિધૉરીત કાર્યકાળને પૂરો કરીને આગામી ૩૧મી મેના રોજ નિવૃત્ત થશે.અરજી પાછી ખેંચવાનો વિકલ્પ : ન્યાયામૂર્તિ આર.એમ,લોઢા અને એચ.એલ.ગોખલેની બનેલી ખંડપીઠે જણાવ્યું હતું કે તે જન્મતારીખ ૧૦ મે, ૧૯૫૧ ગણવાની લશ્કરના વડા સિંહની અરજી સાંભળવાના પક્ષમાં નથી.
એટલે લશ્કરી વડા પાસે અરજી પાછી ખેંચવાનો વિકલ્પ છે. સાથોસાથ, અદાલતે જણાવ્યું હતું કે તે અરજી પાછી નહિ ખેંચે તો કોર્ટે તેનો નિર્ણય સંભળાવશે. બેંચે પ્રશ્ન કર્યો હતો કે લશ્કરી વડાએ જન્મતારીખના પહેલાં સુધારો કેમ ન કરાવ્યો અને હવે તેઓ કોર્ટમાં કેમ આવ્યા?
અદાલતે જણાવ્યું હતું કે આ તબક્કે જન્મતારીખ બદલવી સંભવ નથી અને કોર્ટના હસ્તક્ષેપની પણ કોઇ સંભાવના નથી. એટર્ની જનરલે જણાવ્યું હતું કે સરકારને લશ્કરી વડા પર સંપૂર્ણ વિશ્વાસ છે.
એક્સપર્ટ્સ વ્યૂ :
લેફ.જનરલ(નિવૃત્ત)
રાજ કાદયાન -- સુપ્રીમ કોર્ટના ચુકાદાથી જનરલ વી.કે.સિંહને ફટકો પડ્યો છે. આ ચુકાદા બાદ ફરજ પર ચાલુ રહેવું કે રાજીનામું આપવું તે તેમણે પોતે નક્કી કરવાનું છે. કારણ કે, આ ઘટનાક્રમ પછી સંરક્ષણ મંત્રાલય સાથે તેમના સંબંધો પહેલા જેવા નહીં રહે.
હવે શું વિકલ્પ
જનરલ વી.કે.સિંહ
૧.અદાલતમાં અરજી નહિ સ્વીકારાતાં રાજીનામું આપી નિવૃત્ત થઈ જવું જોઈએ.
૨.હોદ્દા પર ચાલુ રહીને આગામી ૩૧ માર્ચ સુધીનો નિધૉરીત કાર્યકાળ પૂરો કરવો.