- હાલના સૈન્યપ્રમુખ વી.કે.સિંહની ઉંમર અંગેનો ચાલી રહ્યો છે વિવાદ
ભારતીય સૈન્યપ્રમુખ જનરલ વી.કે.સિંહની ઉંમર અંગેના વિવાદ વચ્ચે સરકાર નવા સૈન્યપ્રમુખના નામનું એલાન કરી શકે છે. એક ખાનગી ચેનલે સુત્રોના હવાલાથી કહ્યું કે સરકાર જનરલ સિંહના ઉત્તરાધિકારી અંગે કોઇપણ પ્રકારની શંકા દૂર કરવાની કોશિષમાં છે. જનરલ સિંહ આ વર્ષે 31 મેના રોજ નિવૃત થવાના છે.
સામાન્ય રીતે નવા સૈન્યપ્રમુખના નામનું એલાન હાલના સૈન્યપ્રમુખ રિટાયર થવાના બે મહિના પહેલા કરાય છે પરંતુ આ વખતે સરકાર વહેલું એલાન કરી શકે છે. ઉંમર અંગેના વિવાદ સાથે જોડાયેલી ફરિયાદ સંરક્ષણ મંત્રાલય દ્વારા ફગાવી દેવાયા બાદ જનરલ સિંહ પાસે આર્મ્ડ ફોર્સીઝ ટ્રિબ્યુનલ અથવા સુપ્રીમ કોર્ટમાં પડકારવાનો વિકલ્પ છે.
બીજીતરફ સરકાર ઇચ્છે છે કે જનરલ સિંહ કોર્ટમાં જાય તે પહેલા જ નવા સૈન્યપ્રમુખના નામનું એલાન કરી દેવાય. હાલની પરિસ્થિતિ પ્રમાણે સૈન્યની પૂર્વ કમાનના વિક્રમસિંહ સીનિયર મોસ્ટ લેફ્ટેનન્ટ જનરલ છે. આવામાં નવા સૈન્યપ્રમુખ તરીકે વિક્રમસિંહ દાવેદાર છે.
- તમારો મત
આ અંગે નીચે આપેલા ફિડબેક ફોર્મમાં સંયમિત ભાષામાં તમારો મત વ્યક્ત કરો. મહેરબાની કરીને એ ખાસ નોંધી લો કે તમારી દરેક કમેન્ટ્સ, વાંધાજનક ટિપ્પણી માટે તમે જવાબદાર છો અને અપશબ્દો લખવા એ સજાને પાત્ર કૃત્ય છે.