જનરલ વી. કે. સિંહને શુક્રવારે સુપ્રીમ કોર્ટમાં ચાલી રહેલા ઉંમરના યુદ્ધમાં પરાજય મળ્યો હતો. આ અંગે બપોરે બે વાગ્યે ચુકાદો આવ્યો હતો. સાથે જ બપોરે ચાર વાગ્યે તેઓ જયપુર પહોંચ્યા હતા. અહીં તેઓ બે દિવસની મુલાકાત પર છે. તેમની સાથે કેન્દ્રીય સૈનિક કલ્યાણ સંગઠન (સેન્ટ્રલ આવા)ના અધ્યક્ષ ભારતી સિંહ પણ પહોંચ્યા હતા.
જનરલ સિંહ દિલ્હીથી જયપુર એરપોર્ટ પહોંચ્યા હતા. અહીંથી તેઓ સેનાના હેલિકોપ્ટર દ્વારા સીધા આર્મીના હેલિપેડ પર ઉતર્યા હતા. દક્ષિણ પશ્ચિમ કમાનના કમાન્ડર લેફ. જનરલ જ્ઞાન ભૂષણ અને તેમના પત્ની અંજૂ ભૂષણે જનરલનું સ્વાગત કર્યું હતું. શનિવારે જનરલ સિંહ શનિવારે સેનાના અધિકારીઓ સાથે બેઠક કરશે. જેમાં નવી નીતિઓ અને યોજનાઓ અંગે ચર્ચા કરશે.
તમારો મત
સંબંધિત સમાચાર તમારા સ્ક્રિનની ડાબી બાજુના બોક્સમાં વાંચી શકો છો. અન્ય રસપ્રદ ન્યૂઝ આ સમાચારની નીચેના બોક્સમાં પણ વાંચી શકો છો. ઉપરાંત તમારો મત નીચે આપવામા આવેલા ફીડબેક ફોર્મ દ્વારા જણાવો. સરકારની નવી નીતિ પ્રમાણે ઈન્ટરનેટ પર કોઈ ધિક્કારાસ્પદ, વિવાદાસ્પદ કે ધૃણાસ્પદ ટિપ્પણી કરવીએ ગુનો બને છે. આ માટે ટિપ્પણી કરનારી વ્યક્તિ ખુદ જવાબદાર ઠરે છે. આથી કૃપા કરીને તમારી ભાષા સંયમિત અને શિષ્ટ રાખો. જો તમારી કોમેન્ટ અશિષ્ટ માલૂમ પડશે તો તેને વેબસાઈટ પરથી હટાવી દેવાની ફરજ પડશે.