ઉત્તર પ્રદેશના મેરઠના વિખ્યાત બાળરોગ વિશેષજ્ઞ ડૉ. અક્ષય રાજવંશીની હત્યાના સંદર્ભે ચોંકાવનારું સત્ય બહાર આવ્યું છે. પોલીસે આ સંદર્ભે નૂર મોહમ્મદ નામના શખ્સની ધરપકડ કરી છે. જેને ડૉક્ટરની હત્યાનો ભેદી માનવામાં આવે છે.
-ગે પાર્ટનર સાબિરે પોતાના પરથી હટવા ડૉક્ટરને કહેલું -ડૉક્ટરની હત્યાનો ભેદી નૂર -નૂરે ગે સેક્સ માટે સાબિરને મોકલેલો
નૂર મોહમ્મદ ઉર્ફે રહેમાન ઉર્ફે ચાંદનીના કહેવા પ્રમાણે, ડૉક્ટર સમલૈંગિક હતો અને આ કારણસર જ તેનો જીવ ગયો હતો. નૂરના એક સાથી વસીમ ઉર્ફે પરવેઝે તા. 14 જાન્યુઆરીના તેની મુલાકાત ડૉક્ટર અક્ષય સાથે કરાવી હતી. તે ડૉ. અક્ષય પાસે એલર્જીનો ઈલાજ કરાવવા ગયો હતો. ડૉક્ટરે તેને બીજા દિવસે બોલાવ્યો હતો અને તેની સાથે શારીરિક સંબંધ બાંધ્યા હતા અને R બસ્સો આપ્યા હતા. તા. 16 જાન્યુઆરીના પણ ડૉક્ટરે નૂરની સાથે શારીરિક સંબંધ બાંધ્યા હતા. શુક્રવારે પણ ડૉક્ટરનો તેની ઉપર ફોન આવ્યો હતો.
નૂરના કહેવા પ્રમાણે, શારીરિક સંબંધ બાંધતી વખતે ડૉક્ટર યૌન તાકત વધારનારી ગોળીઓ પણ લેતો હતો. ત્યારબાદ તે જાણે શેતાન બની જતો હતો. ડૉક્ટરની ભૂખના કારણે ડરી ગયો હતો. આ ડરના કારણે જ તેણે પોતાના સાથી સાબીરને ડૉક્ટર પાસે મોકલવાની વાત કરી હતી. જેના માટે ડૉક્ટર તૈયાર થઈ ગયો હતો. સાબિર અને ડૉક્ટર અક્ષય લેબર રૂમમાં ઘૂસ્યા હતા. લેબર રૂમમાં ડૉક્ટરે સોડા જ્યારે સાબિરે શરાબ પીધી હતી.
ત્યારબાદ શરૂ થયો હતો વાસનાનો ખેલ. ડૉક્ટર પર પશુ સવાર થઈ ગયો હતો. આથી, સાબિરે તેને હટી જવા માટે કહ્યું, પરંતુ ડૉક્ટર હટ્યો ન હતો. આથી, જ્યારે સાબિરને મોકો મળ્યો કે, તૂર્ત જ તેણે હિટરના તારથી ડૉક્ટરની હત્યા કરી નાખી હતી. ત્યારબાદ સાબિરે લૂંટફાટ પણ કરી હતી. લગભગ દોઢ કલાક બાદ સાબિર પરત ફર્યો ત્યારે તેણે નૂરને બધી વાત કહી હતી. ઉપરાંત સાબિરે તેના મિત્ર નૂરને R વીસ આપ્યા હતા અને નાસૂ છૂટવા કહ્યું હતું.
તમારો મત આ સમાચારને સંબંધિત લેખો તમારા સ્ક્રિનની ડાબી બાજુના બોક્સમાં વાંચી શકો છો. અન્ય રસપ્રદ ન્યૂઝ આ સમાચારની નીચેના બોક્સમાં પણ વાંચી શકો છો. ઉપરાંત તમારો મત નીચે આપવામા આવેલા ફીડબેક ફોર્મ દ્વારા જણાવો. સરકારની નવી નીતિ પ્રમાણે ઈન્ટરનેટ પર કોઈ ધિક્કારાસ્પદ, વિવાદાસ્પદ કે ધૃણાસ્પદ ટિપ્પણી કરવીએ ગુનો બને છે. આ માટે ટિપ્પણી કરનારી વ્યક્તિ ખુદ જવાબદાર ઠરે છે. આથી કૃપા કરીને તમારી ભાષા સંયમિત અને શિષ્ટ રાખો. જો તમારી કોમેન્ટ અશિષ્ટ માલૂમ પડશે તો તેને વેબસાઈટ પરથી હટાવી દેવાની ફરજ પડશે.