ભાજપના અધ્યક્ષ નીતિન ગડકરી વધુ એક વખત તેમની ભાષાના કારણે ચર્ચામાં છે. તેના કારણે વિવાદ પણ ઊભો થયો છે. કોલકતામાં પક્ષના એક કાર્યક્રમમાં ભાગ લેતી વખતે તેમણે કોંગ્રેસને લાદેનની ઓલાદ ગણાવી હતી.
-લાદેનની ઓલાદ છે કોંગ્રેસ, મુન્ની કરતા પણ બદનામ યુપીએ-ગટરનું રાજકારણ કરે છે ગડકરી: કોંગ્રેસ-નેતા બનાવા માટે નથી લાયક ગડકરી
ગડકરી આટલેથી અટક્યા ન હતા. તેમણે એવો આરોપ મુક્યો હતો કે, યુપીએ સરકાર મુન્ની કરતા પણ વધારે બદનામ થઈ ગઈ છે. તેમણે સોનિયા ગાંધીની સરખામણી હિટલર સાથે કરી હતી. ગડકરીના કહેવા પ્રમાણે, સોનિયા ગાંધી ભ્રષ્ટાચાર અંગે વાત કરે એ વાત એવી છે, જાણે પાકિસ્તાન આતંકવાદની વાત કરે. તેને બધા સાંભળે પણ ગંભીરતાથી કોઈ લેતું નથી.
બીજી બાજુ કોંગ્રેસ દ્વારા ગડકરીના નિવેદનો અંગે કડક શબ્દોમાં વાંધો ઉઠાવવામાં આવ્યો છે. પક્ષના પ્રવક્તા જયંતિ નટરાજને કહ્યું હતુ કે, નીતિન ગડકરી નેતા બનવાને લાયક નથી. તેઓ ગંભીર રાજકારણ કરવાને લાયક નથી. તેમણે માફી માંગવી જોઈએ. ગડકરીએ તેમના રાજકારણનું સ્તર ખૂબ નીચે લાવી દીધું છે. તેઓ ગટકરનું રાજકારણ કરી રહ્યાં છે. ઉલ્લેખનીય છે કે, અગાઉ નીતિન ગડકરી અફઝલ ગુરૂને કોંગ્રેસનો જમાઈ કહી ચૂક્યાં છે.
તમારો મત
શું તમને લાગે છે કે, દેશમાં રાજકારણનું સ્તર કથળી રહ્યું છે ? આ પ્રકારના રાજકારણ અંગે તમારો મત નીચે આપવામાં આવેલાં ફીડબેક ફોર્મ દ્વારા જણાવો. સરકારની નવી આર્થિક નીતિ પ્રમાણે ઈન્ટરનેટ પર કોઈપણ પ્રકારની ધિક્કારપ્રદ, વિવાદાસ્પદ, કે ધૃણાસ્પદ કોમેન્ટ કરવી ગેરકાયદેસર છે. આ પ્રકારની કોમેન્ટ માટે ટિપ્પણી કરનાર વ્યક્તિ કાયદેસર રીતે જવાબદાર રહેશે.