ડીઝલના ભાવમાં તાજેતરમાં થયેલા વધારા સાથે રેલવે પર પડેલા રૂપિયા ૩,૩૦૦ કરોડના વધારાના બોજના કારણે રેલવતંત્ર મુસાફર ભાડું અથવા નૂરભાડામાં વધુ વધારો કરવા અંગે વિચારી રહ્યું છે. સૂત્રોના જણાવ્યા અનુસાર વિવિધ વિકલ્પોમાં રેલવે કિલોમીટર દીઠ થોડાક પૈસાનો મુસાફર ભાડામાં અથવા તમામ વર્ગમાં ભાડાવધારા માટેના ભાડામાળખા અંગે વિચારી રહ્યું છે.
૨૬મી ફેબ્રુઆરીએ રજુ થનારા રેલવે બજેટ ૨૦૧૩-૧૪ને આખરી ઓપ આપવાની પ્રક્રિયામાં વ્યસ્ત રેલવે મંત્રાલય રાજધાની, દુરોન્તો અને શતાબ્દી જેવી મુખ્ય ટ્રેનોમાં કેટરિંગ ચાર્જ વધારે તેવી શક્યતા છે. આ કેટરિંગ ચાર્જ ભાડાનો એક હિસ્સો હશે. અત્રે ઉલ્લેખનીય છે કે રેલવે મંત્રાલય પેસેન્જર વિભાગમાં રૂપિયા ૨૫,૦૦૦ કરોડની ખોટ સહન કરી રહ્યું છે.
આથી તેણે એક વર્ષમાં રૂપિયા ૬,૬૦૦ કરોડ એકત્રિત કરવાના આશયથી ૨૨મી ડિસેમ્બરે ૨૧ ટકા સુધીનો મુસાફર ભાડામાં વધારો કર્યો છે, પણ ડીઝલના ભાવમાં લિટરદીઠ રૂપિયા ૧૦.૮ના વધારાના કારણે રેલવે પર વાર્ષિક રૂપિયા ૩,૩૦૦ કરોડનો વધારોનો બોજ પડ્યો છે.
અહીંથી આગળ વાંચવા તસવીર સ્ક્રોલ કરો...