કેટલીક દુર્લભ તસવીરો દ્વારા અમે તેમને આઝાદીની પ્રક્રિયાની કેમેરાની નજરે સફર કરાવવા માગીએ છીએ. ભારતની આઝાદી માટે લોર્ડ માઉન્ટબેટન, જવાહરલાલ નેહરૂ અને મહંમદ અલી ઝીણાએ ચર્ચા કરી હતી. છેવટે, નક્કી થયું કે, અંખડ ભારતનું વિભાજન થશે જ. આ માટેના કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા. નેહરૂ દ્વારા અડધી રાત્રે ફ્રીડમ એટ મીડ નાઈટનું પ્રવચન આપવામાં આવ્યું. તેમણે સંસદના મધ્ય હોલમાં શપથ લીધા. 15 મી ઓગસ્ટના દિવસે તેમણે લાલ કિલ્લા પરથી પ્રવચન કર્યું હતું.




