કાનૂની નિષ્ણાતોએ કહ્યું, 'પાંચ આરોપીને ફાંસી નિશ્ચિત છે, છઠ્ઠો બચી જશે'
Bhaskar News, New Delhi
| Dec 30, 2012, 00:02AM IST

દુષ્કર્મ પીડિત યુવતીનાં મૃત્યુ સાથે પાંચ આરોપીઓને મૃત્યુદંડની સજાની પૂરેપૂરી શક્યતા છે. પરંતુ સગીર હોવાને કારણે છઠ્ઠો આરોપી બચી જશે.નિષ્ણાતોનું કહેવું છે કે સિંગાપોરમાં મૃત્યુ પછી તમામ આરોપીઓ સામે હત્યાનો કેસ દાખલ કરવામાં આવ્યો છે.
આ રેરેસ્ટ ઓફ રેર મામલો છે. બસ ફરિયાદી પક્ષે તે પુરવાર કરવાનો રહે છે, જે મુશ્કેલ પણ નથી. આરોપીઓને ફાંસી સજા માટે કોલકાતામાં સગીર છોકરી સાથે દુષ્કર્મ અને પછીથી તેની હત્યાના દોષિત ધનંજયનો કેસ ઉદાહરણ તરીકે રજૂ કરી શકાય છે. ધનંજયને આ કેસમાં ફાંસીની સજા થઈ હતી.






