- કશુંક નવું કરવું હોય તો યુવા હૈયાઓ તરત જ આવે છે આગળ
- ભોપાલમાં યોજાયો ફ્લેશ મોબ
- 94.3 માય એફએમે કર્યું હતું આયોજન
કહેવાય છે કે યુવાનોમાં ઘણી શક્તિ હોય છે. ગમે તે નવું કરવું હોય યુવાનો હંમેશા આગળ આવે છે. મસ્તી કરવામાં તો તેનો કોઇ વિકલ્પ નથી હોતો. આ વીડિયોને જ જુઓ, કેવી રીતે એક પછી એક યુવાનો ડાન્સ કરવા માટે એકઠા થઇ જાય છે. ભોપાલમાં યોજાયેલો આ પહેલો ફ્લેશ મોબ છે જેનું 94.3 માય એફએમે આયોજન કર્યું હતું.
આ ફ્લેશ મોબ શહેરના પ્રખ્યાત શોપિંગ સેન્ટર ડીબી મોલમાં યોજાયો હતો. પહેલા એક રેડિયો જોકીએ તેની શરૂઆત કરી પછી બીજા બે યુવાનો તેની સાથે જોડાયા અને પછી જોતજોતામાં યુવાનોની ભીડ તેમાં સામેલ થઇ ગઇ અને એક સુંદર વાતાવરણ સર્જાયું. જે જ્યાં ઊભું હતું ત્યાં જ તેને પગ થિરકવા લાગ્યા.
તમારો મત
આ અંગે નીચે આપેલા ફિડબેક ફોર્મમાં સંયમિત ભાષામાં તમારો મત વ્યક્ત કરો. મહેરબાની કરીને એ ખાસ નોંધી લો કે તમારી દરેક કમેન્ટ્સ, વાંધાજનક ટિપ્પણી માટે તમે જવાબદાર છો અને અપશબ્દો લખવા એ સજાને પાત્ર કૃત્ય છે.