- ફ્લાઇટના પાયલોટના થઇ ગયા હતા શ્વાસ અદ્ધર, પ્રસિદ્ધ યાત્રાધામનો બનાવ
- એટીસી ઓફિસમાં હાજર નહતો કોઇ કર્મચારી
- ફાયરમેને કરાવ્યું ફ્લાઇટનું સહીસલામત લેન્ડિંગ
- તિરૂપતિ એરપોર્ટ પર છે લેન્ડિંગની ઓછી સવલતો
ભૂકંપ, વાવાઝોડા, પૂર જેવી કુદરતી હોનારતો સમયે ફાયર બ્રિગેડના જવાનોને પોતાના જીવની ચિંતા કર્યા વગર લોકોની મદદ કરતાં તો તમે ઘણીવાર જોયા હશે પરંતુ દક્ષિણ ભારતના તિરૂપતિમાં બનેલા એક બનાવે સૌ કોઇને ચોંકાવી દીધા છે.
તિરૂપતિમાં આવેલા એરપોર્ટ પર થોડા દિવસો પહેલા સર્જાયેલો ઘટનાક્રમ કંઇક આવો હતો.
તારીખ : 9 જાન્યુઆરી સમય : સવારના 7.30 ફ્લાઇટ નંબર : 9 W 2761
"શુભ સવાર, એટીસી, હું હૈદરાબાદ-તિરૂપતિ ફ્લાઇટનો પાઇલોટ ફ્લાઇટ લેવલ 200 પરથી વાત કરી રહ્યો છું. મને લેન્ડિંગની મંજૂરી આપો."
60 પેસેન્જરોથી ભરેલી જેટ એરવેઝની હૈદરાબાદ-તિરૂપતિ ફ્લાઇટના પાયલોટે જ્યારે તિરૂપતિ એરપોર્ટ પર લેન્ડિંગ માટે મંજૂરી માંગી ત્યારે એર ટ્રાફિક કન્ટ્રોલર ઓફિસમાં હાજર જ નહતો. ફાયર બ્રિગેડના કર્મચારી બાશાએ પાઇલોટનો અવાજ સાંભળી એરપોર્ટના ડેપ્યુટી મેનેજરને જાણ કરી. ડેપ્યુટી મેનેજરે બાશાને કહ્યું કે તે એટીસીમાં જઇ પરિસ્થિતિ સંભાળે.
ડેપ્યુટી મેનેજર સાથે વાત થયા બાદ ફાયર બ્રિગેડ કર્મચારી બાશા તરત જ એટીસીની ઓફિસમાં પહોંચી ગયો અને એએઆઇના અધિકારીઓ સાથે ફોન પર વાત કરતાં-કરતાં રેડિયો ઓપરેટ કરીને ભાંગી-તૂટી અંગ્રેજી ભાષામાં પાયલોટને સહીસલામત લેન્ડિંગ કરાવ્યું. લેન્ડિંગ કર્યા બાદ પાયલોટ જ્યારે એરપોર્ટ પર આવ્યો ત્યારે તેને સમગ્ર બાબતની જાણ થઇ. જેના લીધે તેના હોંશ ઊડી ગયા હતા.
ઉલ્લેખનીય છે કે પ્રસિદ્ધ યાત્રાધામ હોવા છતાં તિરૂપતિ એરપોર્ટ પર લેન્ડિંગ માટેની સુવિધાઓ ખૂબજ ઓછી છે. આ એરપોર્ટ પર દરરોજ સાત ફ્લાઇટ્સ અવર-જવર કરે છે.
તમારો મત
આ અંગે નીચે આપેલા ફિડબેક ફોર્મમાં સંયમિત ભાષામાં તમારો મત વ્યક્ત કરો. મહેરબાની કરીને એ ખાસ નોંધી લો કે તમારી દરેક કમેન્ટ્સ, વાંધાજનક ટિપ્પણી માટે તમે જવાબદાર છો અને અપશબ્દો લખવા એ સજાને પાત્ર કૃત્ય છે.