Get Divyabhaskar on mobile   E-Paper
 
Divya Bhaskar
Advertisement
 
 
 
Home >> National News >> Bhaskar Gyan
 

આખરે કોઈ કેવી રીતે આટલું હિટ કે ફ્લોપ થઈ જાય છે ?

 
Source: Bhaskar Network, Ahmedabad, New Delhi, Indore, Jai   |   Last Updated 3:00 AM [IST](19/12/2011)
 
 
 
 
 
રસપ્રદ : સફળતાની ફોર્મ્યુંલા શોધવા માટે સંશોધન થઈ રહ્યું છે

તમારી પસંદ શું છે ? બિગ બોસ કે દસકા દમ? ક્રિકેટ કે કબડ્ડી? દબંગ કે રા-વન ? ચેતન ભગતની નોવેલ કે અમિતાભ ઘોષની? શીલા કી જવાની કે જલેબી બાઈ? અણ્ણા હજારે કે બાબા રામદેવ? એવી તે કઈ સિક્રેટ વસ્તુ છે કે જે કોઈપણ ચીજને હીટ બનાવી દે છે તો બીજીને ફ્લોપ? આઈઆઈએમ-અમદાવાદ રિસર્ચ કરાવી રહ્યું છે કે કોલાવેરી ડી ગીત અચાનક શા માટે આટલું સફળ થયું. નિષ્ણાતો મારફતે ભાસ્કરે આ સફળતાનો મંત્ર જાણવાનો પ્રયાસ કર્યો...

સફળતા અને નિષ્ફળતા વચ્ચે બહુ ઓછું અંતર હોય છે. જો સફળતાની ફોર્મ્યુંલા આટલી સરળ હોય તો કોઈપણ ફિલ્મ ફ્લોપ થાય નહીં પરંતુ કંઈક તો છે જેને કારણે હાલમાં જ કબડ્ડીનો વિશ્વકપ જીતનારી આપણી મહિલા ટીમને સ્ટેડિયમથી રેલવે સ્ટેશન જવા માટે રિક્ષા શોધવામાં ભારે મુશ્કેલી પડી હતી. બીજી બાજુ ક્રિકેટ ટીમ જો ઝિમ્બાબવે કે બાંગ્લાદેશ જેવી નબળી ટીમ સામે પણ જો વિજય મેળવે તો તેને સાતમા આસમાને મૂકી દેવાય છે.

ક્રિકેટ પ્રત્યેના આ ગાંડપણ અંગે હોકી ઓલિમ્પયન મિરરંજન નેગી કહે છે કે આપણા દેશમાં દરેક રમતને મહત્વ એટલા માટે નથી મળતું કારણ કે દરેકને જોબ સિકયુરિટી જોઈએ છે. ક્રિકેટમાં આ સિકયુરિટી છે. પરંતુ તમે જો હોકી, કબડ્ડી કે અન્ય કોઈ રમત રમતા હો તો તમને કોઈ એટલું મહત્વ આપશે નહીં. દોડવીર પી.ટી. ઉષા આ માટે પર્ફોમન્સને જવાબદાર ગણે છે. ક્રિકેટમાં આપણે જીતી ગયા તો મીડિયાએ પણ તેને ખૂબ મહત્વ આપ્યું. તેવી જ રીતે અભિનવ બિન્દ્રા જ્યારે ઓલિમ્પિકમાં ગોલ્ડ મેડલ જિત્યા તો સમગ્ર દેશમાંથી તેમને સન્માન પ્રાપ્તથયું હતું.

અણ્ણાના આંદોલનની શા માટે અસર થઈ તે અંગે પત્રકાર કુલદીપ નય્યર કહે છે કે તેમનું તેમના મુદ્દા પર પુરતું ફોકસ હતું. બાબા રામદેવ કોઈ ચોક્કસ મુદ્દે લડ્યા નહીં. અણ્ણાનું નિશાન ભ્રષ્ટાચાર પર જ હતું. લોકપાલ બિલના રૂપે સમાધાન રજુ કર્યું. તેમની સાથે સંઘર્ષ કરી રહેલા લોકોને પણ તેમનામાંથી પ્રેરણા મળી આથી તેમનું આંદોલન મજબૂત થઈ ગયું. તો બીજી બાજુ મહિલાના વેશમાં રામદેવ મંચ પરથી ભાગ્યા તો તેમને લોકોએ સ્વાર્થી ગણ્યા. હીટ અને ફ્લોપ શબ્દ સામાન્ય રીતે ફિલ્મ સાથે જોડાયેલા છે.

ફિલ્મ સાથે જોડાયેલી પસંદગી-નાપસંદગી વિશે ડાયરેકટર શ્યામ બેનેગલ કહે છે કે આજના યુવાનોની આકાંક્ષા બદલાઈ ચૂકી છે. સિનેમા એક સ્પેકટ્રમ જેવું છે જેમાં આપણે સામાજિક પરિવર્તન અને દર્શકોની પસંદગીને ધ્યાનમાં રાખીને ચાલવું પડે છે. તેમાં ભાષાકીય પરિવર્તન સૌથી વધુ મહત્વપૂર્ણ છે. દિગ્દર્શક ગોવિંદ નિહલાણી કહે છે કે ફિલ્મોની સફળતા-નિષ્ફળતાનો કોઈ માપદંડ નથી હોતો. માત્ર બદલાતા દર્શક પર જ નજર રાખવાની જરૂર છે. ગીતકાર ગુલઝાર માને છે કે અમે કથાની માંગ અનુસાર ગીત લખીએ છીએ. જ્યારે બોલચાલની ભાષા અને સંસ્કૃતિ જ બદલાઈ ચૂકી છે તો આપણે પણ તે રીતે બદલાવું પડશે.

ટીવી સિરિયલો હિટ થવાનું ગણિત સમજાવતા અભિનેતા બિન્દુ દારાસિંહ કહે છે કે દર્શકોએ રામાયણ, મહાભારત જેવી ધારાવાહિક બાદ પોતાની પસંદગીમાં ઘણું પરિવર્તન આણ્યું છે. હવે દરકે સેકંડે રિમોટનું બટન દબાવીને ચેનલ બદલવાની ટેવ પડી ગઈ છે. કૌટુમ્બિક થીમ પર બની રહેલી ધારાવાહિકની વચ્ચે રજુ થઈ રહેલા રિયાલિટી શો તીખા મસાલા જેવા છે. કૌન બનેગા કરોડપતિનાશોમાં અમિતાભ બચ્ચનને એક કલાક જોનારો વર્ગ પણ છે તો બીજી બાજુ બીજો વર્ગ બિગ બોસને પણ પસંદ કરે છે. ટીઆરપીના આંકડા જોશો તો જણાશે કે રિયાલિટી શો આગળ જ ચાલી રહ્યા છે.

કયુ સાહિત્ય સારું છે? જંગલબુકના વિખ્યાત લેખક રસ્કિન બોન્ડ કહે છે કે લોકોને ભાષામાં થતો પ્રયોગ પસંદ પડે છે. આપણે કોઈપણ ભાષા શૈલી કે કલ્પનાને સાચી કે ખોટી માની શકીએ નહીં. જો કે કેટલાક એવા પુસ્તકો છે જે હંમેશા અમર રહેશે. લેખક પુષ્પેશ પંત કહે છે કે આજકાલ અંગ્રેજી સાહિત્યનું જોર વધ્યું છે. પરંતુ હિન્દી સાહિત્ય પાછું પડ્યું તેનું કારણ પ્રકાશકો છે. વાચકો તો આત્મકથા અને જૂનું સાહિત્ય વાંચવાનું પસંદ કરે છે. જો આ પ્રકારના સાહિત્યનું પ્રકાશન જ નહીં થાય તો વાચકોને કેવી રીતે ખ્યાલ આવશે કે કર્યું સાહિત્ય સારું છે.

આ માટે હિટ છે...
અણ્ણા : કારણ કે ભ્રષ્ટાચાર પર ફોકસ, લોકપાલ જેવા મુદ્દે સ્પષ્ટ સમાધાન
બિગ બોસ :બદલાતા સમયમાં પસંદગી
કોલાવેરી ડી : કંઈક અટપટું જ આજે નવું ગણાય છે આથી ચાલી ગયું
ક્રિકેટ : કારણ કે મેચના પ્રચાર જંગની જેમ સ્ટારડમ ચર્ચામાં રહે છે
 
 
 
 
 
 
 
 
 

Your Opinion

 

Code :
1 + 2


 
Advertisement
 

Top News

 
 
 
 
 
 
 
 
 

Bollywood

 
 
 
 
 
 
 
 
 

Cricket

 
 
 
 
 
 
 
 
 

Interesting News

 
 
 
 
 
 
 
 
 

Business

 
 
 
 
 
 
 
 
 

Religion

 
 
 
 
 
 
 
 
 

Jokes

 
 
 
 
 
 
 
 
 

Most Read

 
 
 
 
 
 
 
 
 

Photogallery

Most Viewed

Veena Malik: Sexy Babe
Asian Siren in Show
Just Added

इफ्तेखार स्मृति में आयोजित नाटय समारोह में रवीन्द्र भवन में बुधवार को नाटक एक ठग।
गर्मी से बचने.. दुपट्टे का सहारा
 
 
 
 
|  
|  



Copyright © 2011-12 DB Corp ltd., All Rights Reserved.
Site Powered by I Media Corp. Ltd IMCL, DB Corp Ltd. Enterprise.