ઓરિસ્સામાં ટ્રેન અડફેડે પ્રાણીઓના મોતની ઘટનાઓ દિવસેને દિવસે વધી
દેશમાં વર્ષ 1987થી વર્ષ 2011 સુધીમાં ટ્રેન અડફેડે કુલ 187 હાથીઓના નિપજ્યા છે મોત
આસામમાં ટ્રેન અડફેડે પ્રાણીઓના મોતની ઘટનાઓ દિવસેને દિવસે વધી રહી છે. તાજા ઘટનામાં ગઇકાલે ગુરૂવારે ગુવાહાટીથી 50 કિલોમિટર દૂર પાનબારી રેલ્વે સ્ટેશન નજીક પાંચ વર્ષીય હાથણીનું ટ્રેનની ટક્કરના કારણે કમકમાટીભર્યું મોત નિપજ્યું હતું.
વનવિભાગના અધિકારીઓના જણાવ્યા મુજબ હાથણી રાત્રિના સમયે રેલવે ટ્રેક ક્રોસ કરી રહી હતી ત્યારે પેસેન્જર ટ્રેનની અડફેડે ચડી ગઇ હતી. અકસ્માત બાદ સ્થાનિક ગ્રામવાસીઓએ હાથણીના અંતિમ સંસ્કાર કર્યા હતા.
એક અભ્યાસ મુજબ દેશમાં વર્ષ 1987થી વર્ષ 2011 સુધીમાં ટ્રેન અડફેડે કુલ 187 હાથીઓ મોતને ભેટ્યા છે. જેમાં આસામમાં સૌથી વધુ હાથીઓના મોત થયા છે. નોંધનીય છે કે આસામમાં હાથીઓના પાંચ મોટા અભયારણ્યમાંથી રેલવે ટ્રેક પસાર થાય છે.
જુઓ હ્રદયદ્રાવક ઘટનાક્રમની તસવીરો....







