અમેરિકન નૌકાદળના ફાયિંરગમાં ભારતીય માછીમારનું મૃત્યુ થયું
Agency, New Delhi | Jul 17, 2012, 23:37PM IST
અરબી સમુદ્રમાં અમેરિકન નૌકાદળની ગોળીબારીમાં એક ભારતીય માછીમારનું મૃત્યુ થયું છે. હુમલામાં ત્રણ લોકો ઘાયલ પણ થયા છે. તમામ તમિલનાડુનાં રામનાથપુરમ જિલ્લાના રહેવાસી છે. ઘટનાના સમયે તે તમામ મોટરબોટ ઉપર સવાર હતા. ઘટના સોમવાર રાતની છે.
મૃત્યુ પામેલા માછીમારનું નામ સેકર છે. ઘાયલોની ઓળખાણ શિનાજત મુનિરાજ, પવનપુત્ર અને મુરુગનના રૂપમાં થઇ છે. ભારતમાં અમેરિકન રાજદૂત નેન્સી પોવેલે મંગળવારે સવારે વિદેશ સચિવ રંજન મથાઇને ફોન કરીને ઘટના પ્રત્યે અફસોસ વ્યક્ત કર્યો હતો. સાથે ઘટનાની તમામ તપાસ કરાવવાનું આશ્વાસન આપ્યું છે. આ દરમ્યાન વિદેશમંત્રી એસએમ કૃષ્ણાએ સંયુક્ત આરબ અમિરાત (યુએઇ)માં રાજદૂત એમકે લોકેશ પાસેથી ઘટના અંગેની વધુ વિગતો માંગી છે.
- કેવી રીતે બની ઘટના
અમેરિકન જહાજ યૂએસએનએસ રૈઘ્પાહનોક દુબઇથી ૩૦ માઇલ દક્ષિણ-પશ્ચિમ જેબેલ અલી પોર્ટ ઉપર ઉભુ હતું. ભારતીય માછીમારોની બોટ અમેરિકન જહાજ તરફ વધી રહી હતી. અમેરિકન જહાજે ચેતવણી સંદેશ આપ્યો. પણ મોટર બોટ ઉભી ન રહી. તે પછી અમેરિકન જહાજના
સુરક્ષા ગાડ્સેg ગોળીબારી શરૂ કરી દીધી હતી.
- ઇરાને વાંધો ઉઠાવ્યો
દુબઇની ઘટના બદલ ઇરાને વાંધો ઉઠાવ્યો છે. ત્યાંના વિદેશમંત્રાલય તરફથી જાહેર થયેલા એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે અમેરિકા દ્વારા થયેલા આવા હુમલાઓના કારણે ક્ષેત્રીય સુરક્ષા ખતરામાં છે. જ્યાં હુમલો થયો છે ત્યાં કોઇ પણ પ્રકારના આતંકનો ભય નથી. મોટરબોટ ઉપર ચાર ભારતીય અને બે અમિરાતના નાગરીક સવાર હતા.






