શું ફેસબુકે કેન્દ્ર સરકારના આગ્રહ પછી કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી છે. જો ભારતના સૌથી વધુ ચર્ચીત ફેસબુક પેજમાંથી એક એવી ઈન્ડિયન આર્મી ફેન પેજની વાત કરીએ તો આવું જ લાગે છે.
-ફેસબુક ઉપર 'આર્મી ફેન પેજ' પર બેન
-અગાઉ થયું હતું અણ્ણાના આંદોલનનું પેજ બંધ
-અનેક લોકોએ વ્યક્ત કર્યો આક્રોશ
મંગળવારે સાંજે ચાર લાખ ફેન્સ ધરાવનારું ફેસબુક પેજ દેખાવું બંધ થઈ ગયું હતું અને તેનું યુઆરએલ ફેસબુકના હોમપેજ પર રિડાઈરેક્ટ કરવા લાગ્યું હતું. આ પેજ સાથે જોડાયેલા લોકો તેમનો આક્રોશ વ્યક્ત કરી રહ્યાં છે. અરવિંદ કેજરીવાલે ટ્વિટ કરીને 'ઈન્ડિયન આર્મી ફેન પેજ ' પર લાગેલા પ્રતિબંધ અંગે મત વ્યક્ત કર્યો છે. તેમના કહેવા પ્રમાણે, શું ભારતમાં પ્રજા તંત્ર છે ? એક અઠવાડિયા પહેલા અણ્ણાનું આંદોલન ચલાવી રહેલું ઈન્ડિયા અગેનસ્ટ કરપ્શનના પેજ પણ ગુમ થઈ ગયા હતા.
આઈએસીના પેજની લિન્ક પર ક્લિક કરતા ફેસબુક દ્વારા સંદેશ પ્રસારિત કરવામાં આવી રહ્યો છે કે, આ પેજ ટૂંક સમયમાં ચાલુ થઈ જશે. પરંતુ, ફેસબુક પરથી ઈન્ડિયાન આર્મીના ફેનનું પેજ દૂર થવું એ વાતનું દ્યોતક છે કે, ફેસબુકે સરકારના આગ્રહ પર કામ કરવાનું શરૂ કરી દીધું છે.
તમારો મત
ભારતીયોને ફેસબુકની વધારે જરૂર છે કે, ફેસબુકને ભારતની? શું તમને નથી લાગતું કે ફેસબુક પર એક એવું પ્લેટફોર્મ હોવું જોઈએ, જેના પર સાઈટની સામેનો આક્રોશ વ્યક્ત કરી શકાય? તમારો મત નીચે આપવામા આવેલા ફીડબેક ફોર્મ દ્વારા જણાવો. સરકારની નવી નીતિ પ્રમાણે ઈન્ટરનેટ પર કોઈ ધિક્કારાસ્પદ, વિવાદાસ્પદ કે ધૃણાસ્પદ ટિપ્પણી કરવીએ ગુનો બને છે. આ માટે ટિપ્પણી કરનારી વ્યક્તિ ખુદ જવાબદાર ઠરે છે. આથી કૃપા કરીને તમારી ભાષા સંયમિત અને શિષ્ટ રાખો. જો તમારી કોમેન્ટ અશિષ્ટ માલૂમ પડશે તો તેને વેબસાઈટ પરથી હટાવી દેવાની ફરજ પડશે.