EXCLUSIVE PHOTOS: હથિયારોની ડીલમાં થતો હતો રંગીન મોડેલનો ઉપયોગ

બેંગ્લોરના ખેલાડી પર છેડતીનો આરોપ મૂકનારી જોહલ હમીદ પણ હતી અભિષેકની ખૂબ નજીક
સીબીઆઇએ શુક્રવારે હથિયારોના સોદાગર અને રક્ષા સોદાના દલાલ અભિષેક શર્મા અને તેની લીવ ઇન પાર્ટનર અને મોડેલ એના નેકકાઉની ધરપકડ કરી હતી. શુક્રવારે લાંબી પૂછપરછ બાદ બંન્નેની ધરપકડ કરવામાં આવી હતી.
અમેરિકી નાગરિક સી એડમંન્ડ્સ એલન દ્વારા સીબીઆઇને સોંપવામાં આવેલા પુરાવાઓ અને હથિયાર બનાવતી કંપનીઓ પાસેથી પૈસા મળ્યા સંબંધી દસ્તાવેજોના આધારે અભિષેક વર્માની ધરપકડ કરવામાં આવી હતી.
દૈનિક ભાસ્કર ડોટ કોમ સાથે ખાસ વાતચીતમાં એડમંન્ડ્સ એલને જણાવ્યું હતું કે અભિષેક વર્મા મોડેલની ખૂબ જ નજીક રહેતો હતો અને હથિયારોના સોદાઓમાં પણ મોડેલોનો ઉપયોગ કરતો હતો.
આઈપીએલ-5 દરમિયાન રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરના ખેલાડી પર છેડતીનો આરોપ મૂકનારી મોડેલ જોહલ હમીદ પણ અભિષેક વર્માની ખૂબ નજીક હતી અને જાન્યુઆરીમાં લાસ વેગાસમાં યોજાયેલા આર્મ્સ એક્સપોમાં તેણે અભિષેકની કંપનીનું પ્રતિનિધિત્વ કર્યું હતું.






