નોકરીની શોધ માટે શહેરોમાં સ્થળાંતર અને એકતરફી ઔધ્યોગિકીકરણની ઘાતક અસરો માટે કોણ જવાબદાર ?
૧૯૯૧થી ૨૦૦૧ દરમિયાન ૩૧.૪ કરોડથી વધુ લોકોએ કામ માટે ઘર છોડ્યું, શહેર છોડ્યું અને મોટાભાગનાએ રાજ્ય પણ છોડ્યું. એટલે કે, દર વર્ષે સરેરાશ આશરે ત્રણ કરોડ લોકો. આ માત્ર ભણેલા લોકો નથી. એવા લોકો પણ છે જેમણે વધુ સારી નોકરીઓ એટલે કે પ્રગતિ માટે મોટા શહેરમાં જવાનું યોગ્ય સમજ્યું હતું. તેમની પાસે પોતાના શહેર અને રાજ્યમાં તેમને યોગ્ય નોકરી અને પગાર ન મળ્યા.
પરિસ્થિતિ એવી છે કે, માત્ર રાજસ્થાનમાંથી દર વર્ષે દસ લાખ પરિવાર બહાર જઇ રહ્યા છે. તેમનામાં બે લાખ ભણેલા યુવાનો સમાવેશ થાય છે. ઉત્તર પ્રદેશ, બિહાર, ઝારખંડ અને છત્તિસગઢનો પણ તેમાં સમાવેશ થાય છે. આ રાજ્યોમાંથી લાખો યુવા નોકરીની શોધમાં બહાર જઇ રહ્યા છે. બુંદેલખંડ જેવા વિસ્તારો પછાત હોવાને કારણે લોકો છોડી રહ્યા છે. તો, નાના શહેરોમાંથી નીકળેલા ભણેલા યુવા પોતાના ઘરેથી દૂર બીજા પ્રકારની સમસ્યાઓમાં ઘેરાયેલા છે.
ભાસ્કર શૃંખલા : ભાગ ૧
વધતા યુવાનો, ઘટતું કામ
કેવી રીતે લાવીશું પરિવર્તન
યુવા વધી રહ્યા છે. રોજગારી ઘટી રહી છે. નોકરીની શોધમાં યુવા ઘર છોડવા મજબૂર. કોઇ રોજીરોટી તો કોઇ પ્રગતિ સાધવા માટે. વસ્તીગણતરી ૨૦૦૯ના આંકડા મુજબ દર વર્ષે ૩ કરોડ લોકો ઘર છોડી રહ્યા છે. ૨૦૧૧ની વસ્તીગણતરીના આંકડા આવવાના બાકી છે, પરંતુ એ નક્કી છે કે, આંકડા ચોંકાવનારા હશે. કેટલી ભયાનક છે આ સ્થિતિ? કોણ છે જવાબદાર? સિલસિલાવાર રીતે બતાવશે આપનું ભાસ્કર...
૯૦ના દાયકામાં ૩૦ કરોડથી વધુ લોકોએ ઘર છોડ્યું. આ સમગ્ર વ્યવસ્થા માટે ચિંતાજનક આંકડો છે, આ સંખ્યા વધી રહી છે. ગામ-કસબાઓમાં શહેર જેવી પાયાની સેવાઓ અને સુવિધાઓ લાવ્યા વગર આ સિલસિલો અટકવાનો નથી. એકતરફી ઔધ્યોગિકીકરણ ઘાતક છે. - પ્રો.કેએસ જેમ્સ, પોપ્યુલેશન રિસર્ચ સેન્ટર, ઇન્સ્ટિટ્યૂટ ફોર સોશિયલ એન્ડ ઇકોનોમિક ચેન્જ, બેંગલોર.
ભાસ્કર એક્સપર્ટ પેનલનિષ્ણાતોના મતે સ્થળાંતરનાં કારણો અને તેને રોકવાના ઉપાયો
પ્રો. રામબાબુ ભગત - ડિપાર્ટમેન્ટ ઓફ માઇગ્રેશન એન્ડ અર્બન સ્ટડીઝ, ઇન્ટરનેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ પોપ્યુલેશન સાયન્સ, મુંબઈ.
પ્રો. વી.એસ. વ્યાસ - વડાપ્રધાનની આર્થિક સલાહકાર પરિષદના સભ્ય અને અર્થશાસ્ત્રી, નવી દિલ્હી.
સુરજિતસિંહ- અર્થશાસ્ત્રી, રાજસ્થાન વિકાસ સંસ્થાન, જયપુર.
આશિષ નંદી - સભ્ય, વર્લ્ડ ફ્યુચર સ્ટડીઝ ફેડરેશન કાઉન્સિલ, નવી દિલ્હી.
સુભાષ ભટનાગર - કો-ઓર્ડિનેટર, રાષ્ટ્રીય અભિયાન સમિતિ (અસંગઠિત ક્ષેત્રના કામદારો) નવી દિલ્હી.
રોજગારીનું સંપૂર્ણ ચિત્ર : તકો ઓછી-જરૂરિયાતો વધારે
૧૯૮૦માં દેશની ૨૩ ટકા વસતિએ રોજગારી માટે સ્થળાંતર કર્યું. જ્યારે ૨૦૦૦માં ૩૧ ટકા અથૉત્ ૩૧ કરોડ લોકોએ ઘર છોડ્યું. ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ હ્યુમન સેટલમેન્ટ અનુસાર ૨૦૩૦ સુધી દેશની અડધી વસતિ રોજગારી માટે પોતાનું ઘર છોડી દેશે.
23.8 લાખ લોકો જુદા જુદા રાજ્યોમાંથી મહારાષ્ટ્ર ગયા.
11.8 લાખ લોકો જુદા જુદા રાજ્યોમાંથી રોજગારી માટે સુરત શહેરમાં આવ્યા.
સ્ત્રોત : વસતિ ગણતરી ૨૦૦૧-૨૦૧૧
આયોજનપંચનો અહેવાલ
શ્રમ મંત્રાલયનો અહેવાલ
લેબર બ્યૂરોનો અહેવાલ
એસોચેમનો અંદાજ ભાસ્કર નેટવર્ક
તેમાં બે લાખ જેટલા શિક્ષિત યુવાનો હોય છે. ઉત્તર પ્રદેશ, બિહાર, ઝારખંડ અને છત્તીસગઢની ગણતરી પણ એવા જ રાજ્યોમાં થાય છે કે જ્યાંથી લાખો યુવાનો રોજગારીની શોધમાં પોતાનું ઘર છોડી જાય છે. ગામડાના પછાત પણાને કારણે તથા વિકાસ માટે નાના શહેરો છોડતા શિક્ષિત યુવાનો ઘરબારથી દૂર બીજા પ્રકારની સમસ્યાઓથી ઘેરાયેલા છે.
ગુડગાંવની એક સા‹ફ્ટવેર કંપનીમાં ઉચ્ચ સ્થાને કાર્યરત બેંગ્લોરના એસ.રાધાકૃષ્ણનનું ઉદાહરણ જુઓ. તેઓ ઇજનેરીના અભ્યાસ બાદ પાંચ વર્ષમાં ત્રણ રાજ્યોના ચાર શહેરો બદલી ચૂક્યા છે. તેઓ કહે છે કે તેમને સૌથ વધુ ચિંતા બાળકોનુી છે.તેમના મૂળીયા આ પરિસ્થિતિમાં ક્યાંયના ય નહીં રહે. જો સ્થાનિક સ્તરે જો સારો વિકલ્પ હોત તો તેઓ કદાચ જ બહારની વાટ પકડત. જેએનયુમાં રિસર્ચ કરી ચૂકેલા મહેન્દ્રપ્રકાશ શર્મા રાજસ્થાનનો અનુભવ જણાવતા કહે છે કે, ‘શિક્ષિતોમાંથી બહાર ગયેલા ૪૦ ટકાથી વધુ લોકો હાલમાં પૈતૃક સંપત્તીના વિવાદનો સામનો કરી રહ્યાં છે.’
ગુજરાતના સુરત શહેરના ૧૧ લાખથી વધુ લોકો દેશના અન્ય ભાગોમાંથી રોજગારી માટે પહોંચ્યા છે. દક્ષિણ ભારતના શહેરોમાં બિનકુશળ મજૂરોની ઘટનને કારણે ઉત્તરભારતના લાખો લોકો ત્યાં વસી રહ્યાં છે. દિલ્હીમાં બિનસંગઠિત ક્ષેત્રના કામદારો માટેની રાષ્ટ્રીય અભિયાન સમિતીના કિન્વનર સુભાષ ભટનાકર કહે છે કે બંગાળ અને બિહારથી સાત વર્ષના બાળકો પણ દિલ્હી અને મુંબઈના કાપડ ઉદ્યોગમાં કામ કરી રહ્યાં છે. ઉત્તર પૂર્વની દસ લાખથી વધુ યુવતિઓ દિલ્હી સહિતના મોટા શહેરોમાં બે ટંકના ભોજન માટે વસે છે. આ એવો જથ્થો છે કે જે મજબૂરીને કારણે વતન છોડી ગયો છે.
બહુ પ્રચલિત રોજગાર ગેરંટી યોજના ચાર કરોડથી પણ વધુ કુટુંબો સુધી પહોંચી છે. પરંતુ બુંદેલ ખંડ જેવા વિસ્તારની કથા અલગ જ ચિતાર રજૂ કરે છે. અહીંથી આજે પણ લોકો દિલ્હી, ચંદીગઢ અને ગુડગાંવ જઈને બાંધકામ ઉદ્યોગમાં મહિનાઓ સુધી મજૂરી કરીને જીવન નિવૉહ લાયક કમાણ કરી શકે છે. સામાજીક સંસ્થા વિકાસ-સંવાદના કાર્યકર સચીન જૈન કહે છે કે બહાર જતા લોકોને રોકવામાં નરેગાની સરકારી પહેલ નિષ્ફળ રહી છે.
પંજાબથી બહારની વાટ પકડનારાઓની સંખ્યા દર વર્ષે પ૦ હજારની છે. તેમાંના મોટા ભાગના વિદેશ જાય છે. એન.આર.આઈ. બાબતોના નિષ્ણાંત સતનામ ચન્ના કહે છે કે અગાઉ થોડા વિસ્તારના લોકો વિદેશ ગયા અને તેમની સફળતાથી પ્રેરાઈને અન્યો પણ જઈ રહ્યાં છે. આજે રાજ્યનો એક ખૂણો એવો નથી કે જેના યુવાનો વિદેશ જવા થનગનતા ના હોય.
દેશની વિકાસ પરિયોજનાઓમાં રોજગાર સંચાલન કેવું છે ? દિલ્હી-મુંબઈ ઈન્ડસ્ટ્રીયલ કોરિડોર ડીએમઆઈસી જેવા અત્યાર સુધીના સૌથી મોટા અને સૌથી મોંઘા પ્રોજેક્ટ સામે છે. છ રાજ્યોમાં સાત નવા શહેર વસાવવાની આ યોજનામાં રોજગારી કેટલાને મળશે તે સ્પષ્ટ નથી.
જોકે દેશનું અત્યાર સુધીનું સૌથી મોટું જમીન સંપાદન આ યોજના હેઠળ થવાનું છે તે નક્કી છે. વર્લ્ડ ફ્યૂચર સ્ટડિઝ ફેડરેશન કાઉન્સિલના સભ્ય આશીષ નંદી કહે છે કે સ્થિતિ સતત વણસી રહી છે. જ્યાં સુધી સરકાર ગામડાઓને મજબૂત નહીં કરે ત્યાં સુધી ત્રણ ચતુથાઁશ દેશમાં બેરોજગારી વધતી રહેશે.
ભાસ્કર એક્સપર્ટ પેનલ
વસતીનું દબાણ વધુ - રોજગારીની તકો ઓછી
ઉત્તર ભારતમાંથી દક્ષિણ ભારતમાં લોકો મોટી સંખ્યામાં આવી રહ્યા છે. દક્ષિણમાં અકુશળ કામદારોની અછત હોવાથી આમ બની રહ્યું છે. વધુમાં ઉત્તરમાં વસતીનું દબાણ પણ કારણભૂત છે. આ કારણસર સ્થાનિક સ્તરે રોજગારીની તક નથી. રોજગારી મેળવવાની મજબૂરીને કારણે ભારતમાં એક જિલ્લામાંથી બીજા જિલ્લામાં અને એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં લોકો લઇ જઇ રહ્યા છે. જોકે આ શ્રેણીનું સ્થળાંતર સ્થાયી નથી હોતું. કેટલાક મહિના કામ કરીને લોકો ગામમાં પાછા પણ ફરે છે. - પ્રો.કે.એસ. જેમ્સ, પોપ્યુલેશન રિસર્ચ સેન્ટર, ઇન્સ્ટિટ્યૂટ ફોર સોશિયલ એન્ડ ઇકોનોમિક ચેન્જ (આઇએસઇસી). બેંગલોર.
જે રાજ્યમાં લોકો આવ્યા તે રાજ્યોમાં વિકાસ વધુ થયો
એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં જનારા લોકોમાં માત્ર ત્રણ ટકા લોકો છે. ઘર છોડીને બહાર જનારા લોકોમાં લગ્ન બાદ નવી જગ્યાએ જઇને વસનારી મહિલાઓનો પણ સમાવેશ થાય છે. મહારાષ્ટ્ર અને ગુજરાત જેવાં રાજ્યોનો વિકાસ ત્યારે જ સંભવ બન્યો જ્યારે ત્યાં બહારના લોકો આવ્યા. ૨૦૧૧ની વસ્તી ગણતરીના આંકડા જાહેર કરે છે કે મુંબઇ અને દિલ્હી જેવાં શહેરોમાં લોકોના આગમનનો પ્રવાહ ઘટ્યો છે. કેમ કે, હવે આ શહેરોમાં બહારથી આવીને વસવું સહેલું નથી. - પ્રો.રામબાબુ ભગત, ડિપાર્ટમેન્ટ ઓફ માઇગ્રેશન એન્ડ અર્બન સ્ટડીઝ, ઇન્ટરનેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ પોપ્યુલેશન સાયન્સ, મુંબઇ
ગામડાંઓની અર્થવ્યવસ્થાને મજબૂત કરવી જરૂરી
સ્થળાંતર રોકવા અને રોજગારી પેદા કરવા માટે ગ્રોથની જરૂર છે. પણ વર્તમાન ગ્રોથ જોબલેસ છે. આપણે નાના અને મધ્યમ ઉદ્યોગો પર ધ્યાન આપવું પડશે. ખેતીમાં રોજગારીની વધુ તક નથી. હાલમાં સૌથી વધુ ધ્યાન મોટાં શહેરોના ઓર્ગેનાઇઝડ સેક્ટરો તરફ છે. તેનાથી રોજગારી તો ઊભી થાય છે, પણ સ્થળાંતર પર રોક લાગી શકે નહીં. સ્થળાંતર રોકવા માટે ગામડાંઓને દુરસ્ત કરવા જોઇએ. ફળ અને શાકભાજીને લાંબા સમય સુધી ટકાવી રાખવા માટે ઉદ્યોગ બનાવવા પડશે. ઉત્તર ભારતમાં પર્યટન અને ખાણ ઉદ્યોગ મોટા સેક્ટર છે. જે સ્થળાંતર રોકવામાં મદદરૂપ થઇ શકે છે. - પ્રો.વી.એસ. વ્યાસ, વડાપ્રધાનની આર્થિક સલાહકાર પરિષદના સભ્ય અને જાણીતા અર્થશાસ્ત્રી.
સૌથી વધુ સ્થળાંતર ગામડાંઓમાંથી
આખા યુરોપમાં મંદી છે, તેની આપણા ત્યાં અસર થઇ છે. સ્થળાંતર બે પ્રકારનાં હોય છે. ભારતના આંકડા પર નજર કરીએ તો ગામડાંમાંથી સ્થળાંતર કરવાનું પ્રમાણ વધુ છે. ઓછા વિકસિત વિસ્તારમાંથી વધુ વિકસિત વિસ્તારમાં સ્થળાંતર થાય છે. દાખલા તરીકે બિહારમાંથી પજાબમાં. નબળા કૃષિ ક્ષેત્રમાંથી સમૃદ્ધ કૃષિ ક્ષેત્રમાં. ગામડાંઓમાંથી શહેરમાં, પણ આ પ્રમાણ વધી રહ્યું છે. આ છે મેટ્રો પોલિટિકલ આકર્ષણ. જેમ કે આખા ભારતનું કેન્દ્ર દિલ્હી છે.
ચંદીગઢ, હિમાચલ અને પંજાબનું કેન્દ્ર છે. જયપુર રાજસ્થાનનું, ભોપાલ અને ઇન્દોર પણ મોટું કલસ્ટર છે. જોકે, ઝાંસી અને ગ્વાલિયર તરફ પ્રવાહ ઓછો જાય છે. દક્ષિણમાં વિજયવાડા અને વિશાખાપટ્ટનમ નહિ પણ હૈદરાબાદ તરફ લોકોનું આકર્ષણ છે. કણૉટકમાં મૈસૂરના બદલે લોકો બેંગલોર જાય છે. ગુજરાતમાં અમદાવાદ અને સુરત આકર્ષણનું કેન્દ્ર છે. જ્યાં ઓરિસાથી ત્રણ લાખ લોકો આવીને વસ્યા છે.સુરજીતસિંહ, અર્થશાસ્ત્રી રાજસ્થાન વિકાસ અધ્યયન કેન્દ્ર