Get Divyabhaskar on mobile   E-Paper
 
Divya Bhaskar
Advertisement
 
 
 
Home >> National News >> In Depth
 

પ્રત્યેક ચોથો ધારાસભ્ય કલંકિત, ૩૦૦ ઓફિસરો પર ક્રિમિનલ કેસ

 
Source: Bhaskar News, Lucknow   |   Last Updated 3:04 AM [IST](12/02/2012)
 
 
 
 
 
નેતા, ઓફિસરોની હત્યા, જમીનો હડપ કરી લેવા જેવા કેસમાં ર્કોટ, પંચોએ આકરી ટિપ્પણી કરી છે. રાજસ્થાનમાં ભંવરી કેસમાં હાઈર્કોટે ત્યાં સુધી દીધું હતું કે તમે સરકાર ચલાવવાનું જ છોડી દો. તો પંજાબમાં એક રિપોર્ટમાં કહેવાયું કે નેતા-ઓફિસર લુટારાઓ સાથે મળેલા છે. નામ પણ આપી દીધા. પરંતુ સરકારે રિપોર્ટ દબાવી દીધો. શ્રૃંખલામાં વાંચો વર્તમાન સ્થિતિ અંગે ૯ રાજ્યોમાંથી લાઈવ રિપોર્ટ.

ઉ.પ્ર.માં બીજા તબક્કાની ચૂંટણીમાં ૧૨પથી વધુ માથાભારે નેતાઓના ભાવિ ઈવીએમમાં સીલ
લખનઉ : શરદ ગુપ્તા

યુપીમાં શનિવારે બીજા તબક્કાની ચૂંટણી યોજાઈ ગઈ. તેમાં ૧૨પથી વધુ ઉમેદવારો એવા છે, જેમના પર ક્રિમિનલ કેસ ચાલી રહ્યા છે. છેલ્લાં બે વર્ષમાં ઉત્તરપ્રદેશમાં શાસક બસપાના ૧૦ ધારાસભ્યોની ધરપકડ કરવામાં આવી. તેમાં ૬ની ધરપકડ બળાત્કારના કેસમાં થઈ. ચારની હત્યા કરવાના કેસમાં કે હત્યાના પ્રયાસ અંતર્ગત થઈ. બાહુબલીઓના ટેકાથી ચૂંટણી લડવી એ હવે જૂની વાત થઈ ગઈ. હવે તો ખુદ બાહુબલીઓ જ ચૂંટણીના મેદાનમાં આવી ગયા છે. ગોંડા બેઠક પરથી સપાના સાંસદ બ્રિજભૂષણ શરણસિંહ અને બસપાના રાજ્યસભાના સાંસદ બ્રજેશ પાઠક બન્નેને એક સમયે ત્રાસવાદ વિરોધી કાયદા ટાડા હેઠળ જેલમાં મોકલી દેવાયા હતા. મુખ્તાર અન્સારી સાત વર્ષથી જેલમાં છે. અન્સારી મઉ અને ઘોસી બેઠક પરથી ચૂંટણી લડી રહ્યો છે. પ્રચાર માટે તે તિહાર જેલમાંથી પેરોલ પર છૂટીને આવ્યો છે. અલ્હાબાદ પ‌શ્ચિ‌મની બેઠક પરથી અતીક અહેમદ સપાનો ઉમેદવાર છે. ત્રણ દિવસ પહેલાં જ તેને જામીન મળ્યા છે. તેણે ચાર વર્ષ પહેલાં બસપાના તત્કાલીન ધારાસભ્ય રાજુ પાલની હત્યાનું ષડ્યંત્ર રચ્યું હતું.

તેનો નાનો ભાઈ અશરફે હત્યાનો મુખ્ય આરોપી હતો, પરંતુ સપાએ પેટાચૂંટણીમાં પાલની પત્ની પૂજા સામે લડવા માટે અશરફને ટિકિટ આપી દીધી. છેલ્લાં પાંચ વર્ષ દરમિયાન રાજા ભૈયાએ ૨૬ મહિ‌ના જેલમાં વિતાવ્યા. તે પણ અપક્ષ ઉમેદવાર છે હરિશંકર તિવારી છેલ્લી ચૂંટણીમાં હારી ગયો, પરંતુ તે અગાઉ પાંચ વાર સતત ચૂંટણી જીત્યો હતો. પહેલી બે વાર કોંગ્રેસની ટિકિટ પર સપાના ભૂતપૂર્વ મંત્રી અમરમણિ ત્રિપાઠી હાલ મધુમિતા શુક્લા હત્યાકાંડમાં જેલમાં છે. પક્ષે તેના દીકરાને નૌતનવા બેઠકની ટિકિટ આપી છે. ફૈઝાબાદ જિલ્લામાં બીકાપુરથી સપાની ટિકિટ પર લડી રહેલા મિત્રસેન યાદવને સુપ્રીમ ર્કોટે ફાંસીની સજા આપી હતી. તેણે રાષ્ટ્રપતિએ માફી આપી દીધી છે. તેના દીકરો આનંદ સેન માયાવતી સરકારમાં મંત્રી હતો. એક યુવતી શશી પર બળાત્કાર અને હત્યાના કેસમાં તે અત્યારે જેલમાં છે. 'હિ‌ન્દુ’ અખબારના સંવાદદાતા રહેલા જે.પી. શુક્લ કહે છે કે છેલ્લાં ૨૦ વર્ષ દરમિયાન માત્ર જીતી શકે તેવા જ ઉમેદવારને ટિકિટ આપવા તમામ પક્ષો એવા ક્રિમિનલ્સને ટિકિટ આપી રહ્યા છે જે તેમના ભય અને બાહુબળને કારણે જીતે છે.

અધિકારી નેતાને, નેતા અધિકારીઓને બચાવે છે
રાજકારણીઓ પર નૈતિક પતનનો આક્ષેપ થતાં જ મુદ્દો ફસાવવાનું રાજકીય ષડ્યંત્રનું સ્વરૂપ ધારણ કરી લે છે. ઉચ્ચ અધિકારીઓના મામલામાં કેસ નોંધાતાં પહેલાં જ બચાવવાની ક્વાયત શરૂ થઇ જાય છે. નેતાઓને અધિકારીઓ બચાવી લે છે. તો પછી અધિકારી સામે ઉઠનારા અવાજને રાજકીય શરણ મળવાનું નક્કી છે.

નૈતિક પતનના મોટા મામલાઓની તપાસ પર નજર કરીએ તો એક ચિત્ર સ્પષ્ટ છે કે, વગદાર નેતા દુરાચારના આરોપોને કવચ બનાવીને માત્ર બચી જતા નથી, પરંતુ બીજી વાર વિજય હાંસલ કરીને આવી જાય છે. કહેવાનો અર્થ એવો છે કે, અમે અને તમે પણ આ આરોપોને ગંભીર રીતે નહીં પરંતુ રાજકીય દ્રષ્ટિકોણથી દેખીએ છીએ અને તેને દોષમુક્તનો વોટ આપીએ છીએ.નહિ‌તર આરોપોમાં ઘેરાયેલો જનપ્રતિનિધિ બીજી વાર સત્તા સુધી કેવી રીતે પહોંચી શકે? જ્યાં સુધી આપણે ચૂપ રહીશું, જોતા રહીશું અને સહન કરતા રહીશું ત્યાં સુધી નેતાઓને અધિકારી અને અધિકારીને નેતા એવી જ રીતે બચાવતા રહેશે.

કર્ણાટક વિધાનસભામાં અશ્લીલ વીડિયો જોવાનો મામલો હોય કે રાજસ્થાનનું ચર્ચાસ્પદ ભંવરીકાંડ, તપાસમાં સરકારોએ જેટલી સતર્કતા બતાવી તેમાં જ આ કડવું સત્ય છુપાયેલું છે કે, આ બધું જ દોષમુક્ત કરવાની ક્વાયત જ છે. વિધાનસભામાં મંત્રી અશ્લીલ વીડિયો નિહાળી રહ્યા છે, તેની ફુટેજ છે. પછી કયો પુરાવો જોઇએ? કઇ વાતની તપાસ? ભંવરી મામલાની જમ્બો સીબીઆઇ તપાસમાં હજીસુધી એ જ પુરવાર થયું છે કે, ભંવરીની હત્યા કરવામાં આવી છે અને તે બધા જાણતા હતા. તેની હત્યા કોણે કરાવી - પ્રધાન મહિ‌પાલ મદેરણાએ કે ધારાસભ્ય મલખાનસિંહએ? આજ સુધી સ્પષ્ટ થયું નથી. સીબીઆઇ સત્ય શોધી રહી છે કે, કોઇ સ્ક્રિ‌પ્ટ લખી રહી છે?

ર્શીષક બનેલા મામલાઓની આપણે ચર્ચા કરી રહ્યા છીએ, એ મામલાઓનું શું, જે લોકોના જીભે છે, વિધાનસભાઓમાં અને સચિવાલયોમાં વાર્તાઓના સ્વરૂપમાં પ્રચલિત થઇ રહ્યા છે. કારણ કે ફરિયાદી તારાજ થઇ જવાના ડરથી અને લોકો શું કહેશે? તેની શરમથી ચૂપ છે. નેતાઓના દુરાચારના મામલાઓ સમજવા માટે ઝારખંડના કૃષિપ્રધાન સત્યાનંદ બાટુલનો મામલો રસપ્રદ છે. એક મહિ‌લાએ લગ્ન કરવાના બહાને વર્ષો સુધી તેનું શોષણ કરવાનો પ્રધાન સામે આરોપ મૂક્યો. અખબારોમાં મહિ‌લાનાં નિવેદનો બહુ ચમક્યા, પરંતુ કેસ ન નોંધાયો. સરકાર પ્રધાનના બચાવમાં આવી ગઇ તો મહિ‌લા ફરી મીડિયા સમક્ષ આવી અને બોલ્યું - મંત્રીજીએ કહ્યું છે કે, તેઓ આત્મહત્યા કરી લેશે. તેથી મેં તેમને માફ કરી દીધા છે. માફ કરવું, સમાધાન કરવું અને મનમારીને જીવવાના ભયથી જ નેતાઓ મુક્ત છે. પરિસ્થિતિ એવી છે કે, ફરિયાદી ડરી રહ્યો છે. અપરાધી ડરાવી રહ્યો છે. તો આખરે ક્યાં સુધી એમ જ ડરતા રહીશું? હવે દુરાચારી, ભ્રષ્ટાચારી નેતાઓ સામે અવાજ પાર્ટીના પ્લેટ ફોર્મથી જ ઉઠાવવાનો સમય પાકી ગયો છે જેથી તેઓ એવું કહીને બચી ન શકે કે, વિરોધ પક્ષો તેને ફસાવી રહ્યા છે. પક્ષો હવે પોતાના જ નેતાઓને ઉઘાડા પાડશે તો જ તે કલંકમુક્ત થશે નહિ‌તર જનતા તો જાગી ગઇ છે.


ચંદીગઢ : જનપ્રતિનિધિઓએ અધિકારીઓ સાથે મળીને જમીનો પડાવી
ચંદીગઢ : સંજીવ રામપાલ

ચંદીગઢની આસપાસના જાહેર સ્થળો અને સરકારી જમીર પર ૭૦થી વધુ આઇએએસ, પીસીએસ અધિકારીઓ, સાંસદો, ધારાસભ્યો, પૂર્વ સાંસદો, ભૂતપૂર્વ ધારાસભ્યોનો કબજો છે. જમીન કૌભાંડની તપાસ કરી રહેલા એડીજીપી ચંદ્રશેખરે હાઇર્કોટમાં સોંપેલા સ્ટેટ્સ રિપોર્ટમાં આ બાબતનો ઉલ્લેખ છે. મોહાલી જિલ્લાના નયાગામનો આ જમીન કૌભાંડ આજે પણ ચર્ચામાં છે. આરોપ છે કે જનપ્રતિનિધિઓ અને બ્યૂરોક્રેટ્સની મીલીભગતથી હજારો એકર જમીન સગાં-વહાલાંઓને મફતના ભાવે આપી દેવાઇ છે. જોકે, આ જગ્યાઓ પર હોસ્પિટલ અને પંચાયત ઘર બનાવવાની હતા. આ અગાઉ ચંદીગઢના પ્રશાસક જનરલ(નિવૃત્ત) એસ.એફ.રોડ્રિક્સ પર એમ્યૂઝમેન્ટ કમ થીમ પાર્ક, મલ્ટિમીડિયા કમ ફિલ્મ સિટી, મેડી સિટી જેવા મેગા પ્રોજેક્ટ્સમાં જમીન ફાળવણીમાં ગોટાળો કર્યો હોવાનો આરોપ મુકાયો હતો. જોકે, રોડ્રિક્સ હંમેશા કહેતા હતા કે જનહિ‌તમાં આ જમીન અપાઇ છે. તેમાંથી મેડી સિટી પ્રોજેક્ટ કોઇ કંપનીને ફાળવવામાં જ નથી આવ્યો. પાર્શ્વનાથ ડેવલપર્સ કંપનીને ફિલ્મ સિટી માટે સારંગપુરમાં ૩૦ એકર

જમીન ૧૯૧ કરોડ રૂપિયામાં ફાળવવામાં આવી છે. કંપનીએ ૨પ ટકા અર્નેસ્ટ મની ૪૭.૭પ કરોડ રૂપિયા પ્રશાસનમાં જમા પણ કરાવી દીધા હતા. અલબત્ત પ્રોજેક્ટ રદ થયા પછી જમીન જપ્ત કરવામાં આવી હતી. આ ઉપરાંત ચંદીગઢમાં બ્યૂરોક્રેટ્સ અને રાજકારણીઓની મિલીભગતથી થયેલું બુથ ફાળવણી કૌભાંડ પણ સંસદમાં ગાજ્યું હતું.

૧૯૯ સાંસદ, ૯ કેન્દ્રીય મંત્રીઓ પર કેસ ચાલી રહ્યા છે, ક્યાં કેટલા કલંકિત ધારાસભ્ય
-મધ્યપ્રદેશ બે મંત્રીઓ, એક પૂર્વ મંત્રી સહિ‌ત ૪૨ ધારાસભ્યો સામે કેસ દાખલ
-રાજસ્થાન અહીંયા એક મંત્રી સહિ‌ત ૩૦ ધારાસભ્યો વિરુદ્ધ ગુના દાખલ થયા છે.
-પંજાબ મુખ્યમંત્રી બાદલ સહિ‌ત ૧૮ સામે કેસ.
-ગુજરાત ૧૮૨માંથી પ૦ ધારાસભ્યો એટલે કે ૨૮ ટકા સામે ગુના દાખલ.
-મહારાષ્ટ્ર ૨૮૮માંથી ૧૪૩ ધારાસભ્યો એટલે કે પ૦ ટકા સામે ક્રિમિનલ કેસ.
-ઝારખંડ ૮૧માંથી પ૯ ધારાસભ્યો એટલે કે ૭૩ ટકા કલંકિત
-છત્તીસગઢ ૯૦માંથી ૧૧ સામે કેસો ચાલી રહ્યા છે.
-હિ‌માચલ ૬૮માંથી ૨૮ ધારાસભ્યો સામે ગુના દાખલ
-હરિયાણા ૯૦માંથી ૧પ સામે કેસ ચાલી રહ્યા છે.

રાજસ્થાન : ર્કોટે ઝાટકણી કાઢી ત્યારે સરકારે કાર્યવાહી કરી
'એક મહિ‌લા ગાયબ થઈ ગઈ પણ સરકારને તેની કોઈ ચિંતા નથી. આવી નબળી સરકાર અને આવું નબળું શાસન તો ઇતિહાસમાં ક્યારેય જોયું નથી. જો તમે કામ ન કરી શકતા હો તો સત્તા છોડી દો અને ચાલતી પકડો.’ જોધપુરની એએનએમ ભંવરીદેવી ગુમ થઈ જવા અને અનેક સપ્તાહો સુધી સરકારે સેવેલા મૌનથી નારાજ રાજસ્થાન હાઈર્કોટે ૧૧ ઓક્ટોબર, ૨૦૧૧ના રોજ રાજ્યમાં કોંગ્રેસની ગેહલોત સરકાર પર આ આકરી ટિપ્પણી કરી હતી. ર્કોટે ઝાટકણી કાઢયા પછી સરકારે નાછૂટકે કાર્યવાહી કરવી પડી. જાટ નેતા મહિ‌પાલ મદેરણાની હકાલપટ્ટી થઈ. ત્રણ મહિ‌ના પછી ધરપકડ થઈ. ૧૯૯૨માં અજમેરના અશ્લીલ ફોટો બ્લેકમેઈલકાંડમાં યુવા કોંગ્રેસના તત્કાલીન જિલ્લા પ્રમુખ ફારૂક ચિશ્તીને સજા ફટકારતી વખતે ર્કોટે ટિપ્પણી કરી હતી કે આ નરાધમપણા અને નૈતિક પતનની પરાકાષ્ઠા છે. ગુનાખોરીનું આવું ઉદાહરણ કદાચ જ જોવા મળશે. આ પ્રકરણમાં બે શખસ હજી ફરાર છે. ફરાર તો તત્કાલીન ડીઆઈજી મધુકર ટંડન પણ છે. તે ૧પ વરસથી ફરાર છે. પોલીસ તેને શોધી શકી નથી, પરંતુ સમગ્ર રાજસ્થાન જાણે છે કે તે નોઈડામાં રહે છે. તેના પર તેના જુનિયરની પત્ની પર બળાત્કારનો આરોપ છે. નવેમ્બર-૨૦૧૧માં ભાજપના યુવાન નેતા ઓમપ્રકાશ ગોદરાની પત્નીએ તેના પતિની સાથે-સાથે ભૂતપૂર્વ સાંસદ નિહાલચંદ, ભાજપ સરકારમાં ભૂતપૂર્વ મંત્રી જોગેશ્વર ગર્ગ, આરપીએસ અનિલ રાવ, કોંગ્રેસના નેતા પુષ્પેન્દ્ર ભારદ્વાજ સહિ‌ત લગભગ ૧૭ વ્યક્તિ પર જાતીય શોષણની એફઆઈઆર નોંધાવી હતી, પરંતુ તપાસ સાથે જોડાયેલા અધિકારી અને આરોપી બનાવાયેલા લોકોએ કેસને પાયા વગરનો ખોટો ગણાવ્યો.

માત્ર અનૈતિક સંબંધ, શોષણ જ રાજનીતિની ઓળખ છે તેવું નથી. બનાવટી એન્કાઉન્ટરના કેસ પણ ખાસ્સા ચર્ચામાં છે. તત્કાલીન વસુંધરા રાજે સરકારના સમયમાં ૨૦૦૬માં પોલીસે સરકારના એક વગદાર મંત્રીના ઈશારે દારાસિંહને બનાવટી એન્કાઉન્ટરમાં ઠાર માર્યો હતો. સીબીઆઈ આ કેસમાં ચાર્જશીટ રજૂ કરી ચૂકી છે. એડીજી એ.કે. જૈન આ કેસમાં ફરાર છે. આઈજી એ. પોન્નુચામી સહિ‌ત અનેક ઓફિસરો અને પોલીસ કર્મચારીઓ છેલ્લા નવ મહિ‌નાથી જેલમાં છે. હવે ભૂતપૂર્વ મંત્રી રાજેન્દ્ર રાઠોડ પર ધરપકડની તલવાર લટકી રહી છે.

નેતૃત્વનું નૈતિક પતન
ઝારખંડ : અશ્લીલ ફિલ્મ જોવામાં ખરાબ શું છે? - બાગુન
નવ વખત સાંસદ અને ધારાસભ્ય રહી ચૂકેલા અને આઠ લગ્ન કરી ચૂકેલા કોંગ્રેસના વરિષ્ઠ નેતા બાગુલ સુંબ્રુઈ જણાવે છે કે અશ્લીલ ફિલ્મ તો લોકપ્રતિનિધિઓ જુએ જ છે, તેમાં ખોટું શું છે. બાગુનના આ વિચારો ઝારખંડના નેતાઓનો મિજાજ દર્શાવે છે. ઝારખંડની સરહદે આવેલા પીરપૌંતી અને ભાગલપુરમાં તો પાપરી બોસ અપહરણ મામલે સીધા છાંટા ભાજપ સાંસદ કીર્તિ‌ આઝાદ પર ઊડયા હતા. ઝારખંડના સંથાલપરગણામાં કૃષિમંત્રી સત્યાનંદ ઝા બાટુલ પર મહિ‌લાએ જાતિય શોષણનો આરોપ લગાવ્યો હતો. મહિ‌લા હવે લાપતા છે. આદિવાસી છોકરી સુષ્મા બડાઈકે પોલીસસ્ટેશનના પ્રભારી પર શોષણોનો આરોપ લગાવ્યો તો ડીઆઈજીથી માંડીને આઈજી સુધીનાઓએ વર્ષો સુધી તેનું શોષણ કર્યું. આવા કેટલાય કિસ્સા ઝારખંડના નેતાઓ અને અધિકારીઓની નૈતિકતાની કહાની દર્શાવે છે.

પંજાબ : ૩પ નેતાઓની સક્રિય ટોળકી
રાકેશ બહલ . પંજાબ

સરકાર પાસે ૩પ નેતાઓનો ગુપ્ત અહેવાલ છે. તમામ નશીલા પદાર્થોની તસ્કરી સહિ‌ત ગેરકાયદે ધંધામાં સંડોવાયેલા છે. રિપોર્ટ પ્રમાણે યુકે અને કેનેડાના ડ્રગ્સ કારોબારનું રિમોટ કંટ્રોલ પંજાબની આ ગઠજોડ પાસે જ છે. ૧૯૬૨માં મુખ્યમંત્રી પ્રતાપસિંહ કૈરો પર ચૂંટણી હિંસાનો આરોપ લાગ્યો હતો. કૈરોની બાદમાં હત્યા થઈ ગઈ અને તેનો આરોપ અન્ય એક ભૂતપૂર્વ મંત્રી પર લાગ્યો. ૧૯૭૩-૭૪માં ચંદીગઢમાં એમએલએ હોસ્ટેલમાં પંજાબના ત્રણ આઈપીએસ અધિકારી એક મહિ‌લા સાથે રંગરેલિયા મનાવતા ઝડપાઈ ગયા હતા. ધારાસભ્ય અર્જુનસિંહ મસ્તાનાએ તેનો પર્દાફાશ કર્યો હતો. આવા કેટલાય કિસ્સા સામે આવ્યા છે.

હરિયાણા : લાંચથી હત્યા સુધી
પ્રમોદ વશિષ્ઠ . પાનીપત

હત્યાના કેસમાં મંત્રી ઓમપ્રકાશ જૈનનું રાજીનામું એ કોઈ જૂની વાત નથી. તેમના પર આરોપ હતો કે નોકરીઓ માટે આપવામાં આવેલી લાંચના પૈસા માંગવા બદલ સરપંચ કર્મસિંહની હત્યા કરાવવામાં આવી છે. બાદમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રસિંહ હુડ્ડાએ તેમનું રાજીનામું લેવું પડયું. ભૂતપૂર્વ ડીજીપી શંભુપ્રતાપસિંહ રાઠોરનો મામલો તો સમગ્ર દેશમાં ચર્ચાયો હતો. ટેનિસ ખેલાડી રુચિકા સાથે છેડછાડના કારણે તેમને સજા થઈ ચૂકી છે. રાઠોર એ જ અધિકારી છે જેમના પર ર્કોટ પરિસરમાં ચપ્પુથી હુમલો કરવામાં આવ્યો હતો. શિવાની ભટનાગર હત્યાકાંડમાં આઈપીએસ અધિકારી રવિકાંત શર્મા પણ તાજેતરમાં જ છૂટયા છે.

મધ્યપ્રદેશ : મુખ્યમંત્રી સુધી બધા જ ઘેરામાં
મનિષ દીક્ષિત . ભોપાલ

ભૂતપૂર્વ મુખ્યમંત્રી બાબુલાલ ગૌર પર એક ભૂતપૂર્વ પાર્ષદ શગુફ્તા કબીરે જાતિય શોષણનો આરોપ લગાવ્યો હતો. પછાત જાતિ કલ્યાણમંત્રી વિજય શાહ અને પશુપાલનમંત્રી અજય વિશ્નોઈ પર પણ અનૈતિક દબાણના આરોપ લાગેલા છે. ભૂતપૂર્વ સપા ધારાસભ્ય અશોરવીર વિક્રમસિંહ બુંદેલા સંબંધમાં દોહિ‌ત્રી વસુંધરા બુંદેલા સાતે દુષ્કૃત્ય અને હત્યા કરવાના આરોપસર જેલમાં છે. તેમની પત્ની ભાજપના ધારાસભ્ય આશારાનીસિંહની વિધાનસભા પરિસરમાંથી ધરપકડ કરી જેલમાં લઈ જવાયા હતા. તેઓ નોકરાણી તિજ્જીબાઈને આત્મહત્યા કરવા માટે ઉશ્કેરવાના કેસમાં આરોપી છે. ભાજપ જિલ્લા અધ્યક્ષ રહી ચૂકેલા કારુલાલ સોનીને મહિ‌લા સાથે કઢંગી હાલતમાં ઝડપી લેવાયા હતા.

હરિયાણા : લાંચથી હત્યા સુધી
પ્રમોદ વશિષ્ઠ . પાનીપત

હત્યાના કેસમાં મંત્રી ઓમપ્રકાશ જૈનનું રાજીનામું એ કોઈ જૂની વાત નથી. તેમના પર આરોપ હતો કે નોકરીઓ માટે આપવામાં આવેલી લાંચના પૈસા માંગવા બદલ સરપંચ કર્મસિંહની હત્યા કરાવવામાં આવી છે. બાદમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રસિંહ હુડ્ડાએ તેમનું રાજીનામું લેવું પડયું. ભૂતપૂર્વ ડીજીપી શંભુપ્રતાપસિંહ રાઠોરનો મામલો તો સમગ્ર દેશમાં ચર્ચાયો હતો. ટેનિસ ખેલાડી રુચિકા સાથે છેડછાડના કારણે તેમને સજા થઈ ચૂકી છે. રાઠોર એ જ અધિકારી છે જેમના પર ર્કોટ પરિસરમાં ચપ્પુથી હુમલો કરવામાં આવ્યો હતો. શિવાની ભટનાગર હત્યાકાંડમાં આઈપીએસ અધિકારી રવિકાંત શર્મા પણ તાજેતરમાં જ છૂટયા છે.

હિ‌માચલ : સીએમ, સીડી અને સનસનાટી
ભાસ્કર ન્યૂઝ . સિમલા

કેન્દ્રીયમંત્રી વીરભદ્રસિંહ વિરુદ્ધ ભૂતપૂર્વ પ્રવાસનમંત્રી મેજર વિજયસિંહ મનકોટિયાએ ૨૦૦૭માં એક સીડી રિલીઝ કરી હતી. સીડીમાં વીરભદ્રસિંહની પત્ની પ્રતિભાસિંહ અને સિમલાના ભૂતપૂર્વ ડીસી સ્વ. મહેન્દ્ર લાલ વચ્ચે થયેલી વાતચીતનું રેકોડિગ હતું. ભાજપની સરકાર બનતા જ આ કેસની તપાસ સ્ટેટ એન્ડ કરપ્શન બ્યૂરોએ કરી. કેસ પણ દાખલ થયો. અત્યાર સુધી ચાલી રહ્યો છે. વીરભદ્ર હાઈર્કોટ જઈ ચૂક્યા છે. મુખ્યમંત્રી પ્રેમકુમાર ધૂમલ અને ડીજીપી ડીએસ મિન્હાસ વિરુદ્ધ પણ ૨૦૧૦માં એક સીડી બહાર પડી હતી. તેમાં પણ ધૂમલ અને મિન્હાસ વચ્ચે લેણદેણ ઉપરાંત કેટલાક નેતાઓ પર નજર રાખવાની વાતનું રેકોડિગ હતું.

ગુજરાત : પાર્ટીનું એક જ રટણ, કેસ ર્કોટમાં છે..
'મારી ઓટ જોઈને કિનારે ઘર ન બાંધો, હું ભરતીની જેમ જરૂર પાછો આવીશ’. સોહરાબુદ્દીન બોગસ એન્કાઉન્ટર મામલે જામીન પર છૂટયા બાદ ભૂતપૂર્વ ગૃહરાજ્યમંત્રી અમિત શાહે સમર્થકોને સંબોધતી વખતે આમ કહ્યું હતું. રમખાણોમાં સંડોવણીના આરોપોનો સામનો કરી રહેલા તત્કાલીન મહિ‌લા અને બાળકલ્યાણ રાજ્યમંત્રી ડો. માયાબેન કોડનાની પાસેથી સરકારે રાજીનામું લઈ લીધું હતું. મંત્રીપદ ભલે જતું રહ્યું પરંતુ ધારાસભ્ય તો હજુ પણ છે. ભાજપ તરફથી બચાવ માટે એક જ રટણ કરવામાં આવે છે કે બંને ભૂતપૂર્વ મંત્રીઓ વિરુદ્ધ આરોપ લગાવાયા છે. આ કેસ અદાલતમાં છે. અમને ન્યાય મળવાની પૂરી આશા છે. બીજી તરફ મત્સ્ય ઉદ્યોગ રાજ્યમંત્રી પરસોત્તમ સોલંકી વિરુદ્ધ પણ મુંબઈમાં કેટલાય કેસ ચાલી રહ્યા છે. તેઓ મંત્રી પણ છે. જોકે ગુજરાતમાં આવા લોક પ્રતિનિધિ અને અપરાધીઓ વિરુદ્ધ કાર્યવાહી માટે સ્વતંત્ર માળખું છે. વિજિલન્સ કમિશન અને લોકાયુક્ત. એ વાત અલગ છે કે વર્ષ ૨૦૦૩થી ગુજરાતમાં લોકાયુક્તનું પદ ખાલી છે. હાલમાં આ મુદ્દો ર્કોટમાં વિચારાધીન છે.
 
 
 
 
 
 
 
 
 

Your Opinion

 

Code :
10 + 5


 
Advertisement
 

Top News

 
 
 
 
 
 
 
 
 

Bollywood

 
 
 
 
 
 
 
 
 

Cricket

 
 
 
 
 
 
 
 
 

Interesting News

 
 
 
 
 
 
 
 
 

Business

 
 
 
 
 
 
 
 
 

Religion

 
 
 
 
 
 
 
 
 

Jokes

 
 
 
 
 
 
 
 
 

Most Read

 
 
 
 
 
 
 
 
 

Photogallery

Most Viewed

Veena Malik: Sexy Babe
Asian Siren in Show
Just Added

इफ्तेखार स्मृति में आयोजित नाटय समारोह में रवीन्द्र भवन में बुधवार को नाटक एक ठग।
गर्मी से बचने.. दुपट्टे का सहारा
 
 
 
 
|  
|  



Copyright © 2011-12 DB Corp ltd., All Rights Reserved.
Site Powered by I Media Corp. Ltd IMCL, DB Corp Ltd. Enterprise.