Get Divyabhaskar on mobile   E-Paper
 
Divya Bhaskar
Advertisement
 
 
 
Home >> National News >> Latest News >> National
 

અલગ થયા પછી પણ પતિના ઘરમાં રહેવાનો પત્નીને અધિકાર

 
Source: Agency, New Delhi   |   Last Updated 1:40 AM [IST](13/02/2012)
 
 
 
 
 
પત્નીને ઘરેલુ હિંસાના કાયદા હેઠળ ભરણપોષણ મેળવવાનો પણ અધિકાર : સુપ્રીમ કોર્ટ

પતિથી અલગ થયા પછી પણ પત્નીને પોતાના પતિના ઘરમાં રહેવાનો અધિકાર છે. નવો ઘરેલુ હિંસાનો કાયદો અમલી બન્યાના ઘણા સમય પહેલાથી પત્ની તેના પતિથી અલગ રહેતી હોય તો પણ પત્નીને ઘરેલુ હિંસાના કાયદા હેઠળ ભરણપોષણ મેળવવાનો પણ અધિકાર છે.

જસ્ટિસ અલ્તમસ કબીર અને જસ્ટિસ જે. ચેલમેશ્વરની બનેલી સુપ્રીમ કોર્ટની બેંચે લગ્ન સાથે સંબંધિત એક વિવાદમાં આ આદેશ આપ્યો છે. દિલ્હી હાઇકોર્ટના ચુકાદાને બહાલી આપતા સુપ્રીમ કોર્ટે જણાવ્યું કે, ઘરેલુ હિંસા કાયદો-૨૦૦૫ લાગુ થયા પહેલાંના કેસોમાં પણ નવા કાયદા હેઠળ સુરક્ષાની જોગવાઇઓના લાભ મહિલાઓને આપી શકાય છે.

સુપ્રીમ કોર્ટે જણાવ્યું કે, પતિ તેની પત્નીને પોતાના ઘરનો એક ભાગ આપે, જેમાં પત્ની જરૂરી બધી જ સુવિધાઓનો લાભ ઉઠાવી શકે. ઘરનો આ ભાગ યોગ્ય રીતે ફર્નિશ્ડ હોવો જોઇએ. જેથી પત્ની સમ્માનથી ઘરમાં સાથે રહી શકે. વીડી ભનોત અને સવિતા ભનોતનાં લગ્ન ૧૯૮૦ની ૨૩મી ઓગસ્ટે થયાં હતાં. કેટલાક મતભેદોને કારણે જુલાઇ ૨૦૦૫માં બંને અલગ થઇ ગયાં હતાં. ૨૦૦૬ની ૨૯મી નવેમ્બરે સવિતાએ મેજિસ્ટ્રેટ કોર્ટમાં ઘરેલુ હિંસા કાયદા ૨૦૦૫ની કલમ ૧૨ હેઠળ મહિલાઓને મળેલી સુરક્ષા હેઠળ અધિકારની માગણી કરી હતી.
 
 
 
 
 
 
 
 
 

Your Opinion

 

Code :
5 + 1


 
Advertisement
 

Top News

 
 
 
 
 
 
 
 
 

Bollywood

 
 
 
 
 
 
 
 
 

Cricket

 
 
 
 
 
 
 
 
 

Interesting News

 
 
 
 
 
 
 
 
 

Business

 
 
 
 
 
 
 
 
 

Religion

 
 
 
 
 
 
 
 
 

Jokes

 
 
 
 
 
 
 
 
 

Most Read

 
 
 
 
 
 
 
 
 

Photogallery

Most Viewed

Veena Malik: Sexy Babe
Asian Siren in Show
Just Added

इफ्तेखार स्मृति में आयोजित नाटय समारोह में रवीन्द्र भवन में बुधवार को नाटक एक ठग।
गर्मी से बचने.. दुपट्टे का सहारा
 
 
 
 
|  
|  



Copyright © 2011-12 DB Corp ltd., All Rights Reserved.
Site Powered by I Media Corp. Ltd IMCL, DB Corp Ltd. Enterprise.