Get Divyabhaskar on mobile   E-Paper
 
Divya Bhaskar
Advertisement
 
 
 
Home >> National News >> In Depth
 

Email અને mail વચ્ચે શું ફેર? ગુજરાતના સાંસદનો સવાલ!

 
Source: Agency, New Delhi   |   Last Updated 12:06 PM [IST](01/12/2011)
 
 
 
 
 

-સાંસદોએ પીએમઓને પ્રશ્ન કર્યો ‘મેલ’ અને ‘ઇમેલ’માં ભેદ શો?
-નવસારીના સાંસદ સી.આર.પાટિલે અને બિહારના સાંસદે પ્રશ્ન પૂછ્યો


‘મેલ’ અને ‘ઇમેલ’ વચ્ચેનો તફાવત આમ તો બધાને ખબર હશે પણ દેશના બે સંસદસભ્યો એવા છે કે જેમને આ તફાવતની જાણકારી નથી. આ બે સાંસદોએ વડાપ્રધાન કાર્યાલય (પીએમઓ)પાસેથી આ અંગેની જાણકારી માગી છે.

બિહાર ગોપાલગંજના જનતા દળ (યુનાઇટેડ)ના સાંસદ પૂરનમાસી રામ અને ગુજરાતના નવસારી બેઠકના સાંસદ સી.આર.પાટિલે વડાપ્રધાન કાર્યાલય પાસેથી આ માહિતી માગી છે. વડાપ્રધાન મંત્રાલયના રાજ્યમંત્રી વી.નારાયણસામીએ બંને સાંસદોને પ્રશ્નનો જવાબ પણ આપ્યો છે. જવાબમાં નારાયણસામીએ જણાવ્યું છે કે ‘મેલ તે કાગળ આધારિત સંદેશાવ્યવહારનું માધ્યમ છે, જ્યારે ઇ-મેલ તે સંદેશાવ્યવહારનું એક વીજાણુ સ્વરૂપ છે.

બંનેએ એ પ્રશ્ન પણ પૂછ્યો કે જનતા વરિષ્ઠ અધિકારીઓને ઇ-મેલ દ્વારા પોતાની સમસ્યા જણાવે તેના પર કોઇ પ્રતિબંધ છે? એવું તો નથી ને કે સરકારી કર્મચારી જનતાના ઇ-મેલ વાંચ્યા કે જવાબ આપ્યા વિના જ ડિલીટ કરી દેતા હોય? નારાયણસામીએ બંને પ્રશ્નોના ઉત્તરમાં જણાવ્યું કે જનતાના તમામ પ્રશ્નોના જવાબ આપવામાં આવે છે.

ગુજરાતના અને બિહારના આ સાંસદોએ કેવા હેતુથી આ પ્રશ્ન કર્યો તે અંગે પણ એક પ્રશ્ન થઈ રહ્યો છે. દેશની આમ જનતા અને સામાન્ય વ્યક્તિ પણ મેલ અને ઇ-મેલ વચ્ચેનો ભેદ સારી રીતે સમજી શકે છે, ત્યારે આ સાંસદો દ્વારા પૂછાયેલા આ સવાલથી તેમની જાણકારીનો અંદાજ તેમના મતદારો અને અન્ય લોકોને આવી ગયો છે.

તમારો મત

શું તમને લાગે છે કે, આ સવાલ હેતુપૂર્વક આ રીતે પુછાયો હતો? શું તમને જાણ હતી કે ઈમેલને સામાન્ય પત્ર જેટલું જ મહત્વ પ્રાપ્ત છે? તમારો મત નીચે આપવામા આવેલા ફીડબેક ફોર્મ દ્વારા જણાવો. સરકારની નવી નીતિ પ્રમાણે ઈન્ટરનેટ પર કોઈ ધિક્કારાસ્પદ, વિવાદાસ્પદ કે ધૃણાસ્પદ ટિપ્પણી કરવીએ ગુનો બને છે. આ માટે ટિપ્પણી કરનારી વ્યક્તિ ખુદ જવાબદાર ઠરે છે. આથી કૃપા કરીને તમારી ભાષા સંયમિત અને શિષ્ટ રાખો. જો તમારી કોમેન્ટ અશિષ્ટ માલૂમ પડશે તો તેને વેબસાઈટ પરથી હટાવી દેવાની ફરજ પડશે.



 
 
 
 
 
 
 
 
 

Your Opinion

 

Code :
5 + 3


 
Advertisement
 

Top News

 
 
 
 
 
 
 
 
 

Bollywood

 
 
 
 
 
 
 
 
 

Cricket

 
 
 
 
 
 
 
 
 

Interesting News

 
 
 
 
 
 
 
 
 

Business

 
 
 
 
 
 
 
 
 

Religion

 
 
 
 
 
 
 
 
 

Jokes

 
 
 
 
 
 
 
 
 

Most Read

 
 
 
 
 
 
 
 
 

Photogallery

Most Viewed

Veena Malik: Sexy Babe
Asian Siren in Show
Just Added

इफ्तेखार स्मृति में आयोजित नाटय समारोह में रवीन्द्र भवन में बुधवार को नाटक एक ठग।
गर्मी से बचने.. दुपट्टे का सहारा
 
 
 
 
|  
|  



Copyright © 2011-12 DB Corp ltd., All Rights Reserved.
Site Powered by I Media Corp. Ltd IMCL, DB Corp Ltd. Enterprise.